Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:મહેસાણામાં વધુ 67 વિદ્યાર્થી કાપલી સાથે પકડાયા,પાટણમાં 41 કોપીકેસ

    11 hours ago

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સોમવારથી શૈક્ષણિક સત્ર 2025 - 26ની વાર્ષિક પરીક્ષાઓનો 30 માર્ચથી પ્રારંભ થયો છે.જેમાં પ્રથમ દિવસે 36 કોપી કેશ બાદ વધુ 1 અને 2 એપ્રિલ દરમ્યાન પરીક્ષામાં માત્ર બે દિવસમાં યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્કોર્ડ ટીમ દ્વારા 113 જેટલા વધુ કેસ કર્યા હતા. જેમાં 67 કોપી કેસ માત્ર મહેસાણા જિલ્લામાં નોંધાયા હતા.41 કોપી પાટણ જિલ્લામાં નોંધાયા હતા.બનાસકાંઠામાં 5 પાંચ કોપી કેસ નોંધાયા હતા. કુલપતિના માર્ગદર્શન મુજબ પારદર્શિત પરીક્ષા યોજાય માટે યુનિવર્સિટીમાંથી સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં કો-ઓર્ડીનેટર ડૉ.કે.કે. પટેલની નેતૃત્વમાં 10 પુરુષ અને 6 મહિલા પ્રોફેસરોની ફ્લાઈંગ સ્કોર્ડ ટીમને ઉત્તર ગુજરાતમાં વિવિધ પરીક્ષા સેન્ટરો પર ફરી ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં પરીક્ષાના બીજા દિવસ 1 એપ્રિલના રોજ 66 કોપી કેસ નોંધાયા હતા.જેમાં મહેસાણામાં 42,પાટણમાં 19 બનાસકાંઠામાં 5 કેસ નોંધાયા હતા.ગુરૂવારે 47 કોપી કેસ થયા હતા. જેમ મહેસાણા 25 અને પાટણ 22 નોંધાયા હતા.બે જિલ્લામાં જ કુલ 113 કેસ પૈકી મહેસાણામાં 67 અને પાટણમાં 41 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની તપાસ ટીમોએ પરીક્ષામાં સાહિત્ય અને ચબરખીઓ સાથે ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા.પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના નિયમ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમના પરિણામો પેન્ડિંગ રહેશે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત 6 સ્પેશિયલ મહિલા ફ્લાઈંગ સ્ક્વોર્ડ મેદાનમાં ઉતારવામાં આવી છે.મહિલા પ્રોફેસરોની બનેલી આ ટીમોએ ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સઘન તપાસ કરી હતી. જેમાં ત્રણ દિવસમાં અંદાજે 10 જેટલા કોપી કેસ કર્યા છે. તેવું ફ્લાઈંગ સ્કોર્ડ ટીમના સૂત્રોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી
    Next Article
    US Allies Work On Plan B For Hormuz Strait If Trump Walks Away

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment