Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી:ભક્તોએ કેક કાપી, પ્રસાદ વહેંચી પવનપુત્રનો જન્મદિવસ ઉજવ્યો

    4 days ago

    સુરેન્દ્રનગર શહેરમાં બજરંગબલી હનુમાન દાદાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિઠલપ્રેસ રોડ પર આવેલા બળીયા હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મંદિરે ડીજે સાઉન્ડ અને નાશિક ઢોલના તાલે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની પરંપરા મુજબ, રાજાભાઈ સર્વોદય શોરૂમવાળા દ્વારા કેક કાપીને ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંઠીયા, સેવ-બુંદી અને મોહનથાળ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમેશભાઈ જીવણી (માં આશાપુરા ઇલેક્ટ્રિકવાળા) પણ કેક કાપવાના કાર્યક્રમમાં જોડાયા હતા. પરી એનિમેશનવાળા પરેશભાઈ અને હિતેશભાઈ સહિતના આગેવાનો તથા વેપારી મિત્રોના સહયોગથી આ ભગીરથ સેવા કાર્ય સંપન્ન થયું હતું. દાદાના ભાવિક ભક્તોએ પ્રાર્થના કરી હતી કે દાદાની કૃપાથી દર વર્ષે આવા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું રહે.
    Click here to Read More
    Previous Article
    અર્થશાસ્ત્રના પ્રશ્નના વિવાદ મામલે હાઇકોર્ટે GPSCને બરાબરની ઝાટકી:'તમારા ચેરમેન-સેક્રેટરી પોતાને કોર્ટની ઉપર માને છે, વારંવાર કહેવા છતાં કેમ સોગંદનામું કરતા નથી?'
    Next Article
    ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment