Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:દશેરા ટેકરી સહિત અનેક વિસ્તારોમાં આગની ઘટનાઓ બની ચુકી છે ત્યારે, મનપા દ્વારા કાર્યવાહી ક્યારે..

    13 hours ago

    નવસારી શહેરમાં રહેણાંક વિસ્તારો વચ્ચે ગેરકાયદેસર રીતે ચાલતા ભંગારના ગોડાઉન હવે જીવલેણ જોખમ બની ગયા છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર મૌન સાધી બેઠું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. દશેરા ટેકરી વિસ્તાર સહિત શહેરના વિવિધ ભાગોમાં બંધ મકાનોને ભંગારના ગોડાઉનમાં ફેરવી દેવામાં આવ્યા છે, જ્યાં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટી સાધનો વિના જ જોખમી સામગ્રીનો સંગ્રહ કરવામાં આવે છે. તાજેતરમાં મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં જ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. વિજલપોરના રામનગર, વિઠ્ઠલ મંદિર નજીક, શિવાજી ચોકથી ફાટક રોડ, દશેરા ટેકરી, નહેરુનગર, છાપરા રોડ કબ્રસ્તાન વિસ્તાર અને બંદર રોડ જેવા રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ આવા ગોડાઉન ધમધમી રહ્યાં છે. આ ગોડાઉનમાં પ્લાસ્ટિક, કેમિકલ ભરેલા પીપા સહિત તાત્કાલિક આગ પકડી લે તેવી સામગ્રીનો સંગ્રહ થાય છે. કોઈ પણ સમયે શોર્ટ સર્કિટ કે નાની ચીંગારીથી પણ આગ ફાટી નીકળે તેવી સ્થિતિ હોવા છતાં સુરક્ષાના કોઈ સાધનો રાખવામાં આવતા નથી. સૌથી ગંભીર બાબત એ છે કે ગોડાઉન ચલાવતા વેપારીઓ ત્યાં રહેતા પણ નથી, જેથી અકસ્માત સમયે જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બની જાય છે. આગ વખતે ફાયર બ્રિગેડ પણ લાચાર દશેરા ટેકરી વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં ફાયર બ્રિગેડ 30 મિનિટમાં પહોંચી હતી પરંતુ સાંકળા રસ્તાઓને કારણે ગોડાઉન સુધી વાહન પહોંચી શક્યું નહતું. 100 ફૂટથી વધુ પાઈપ લંબાવીને આગ બુઝાવવી પડી હતી. આ ઘટનામાં 7 ઘરો આગની ઝપેટમાં આવ્યા હતા, જેમાંથી 3 સંપૂર્ણ બળી ગયા અને 4 ઘરોને નુકસાન થયું હતું. >આશિષ રાઠોડ, સ્થાનિક સેફ્ટી નામે શૂન્ય, અંદર શું ચાલે કોઈ જાણતું નથી ભંગારના ગોડાઉન પતરાના શેડમાં બનાવવામાં આવે છે જેથી અંદર શું સંગ્રહ થાય છે તે બહારથી દેખાતું નથી. સલામતીના કોઈ સાધનો નથી અને રહેણાંક વચ્ચે આવા ગોડાઉન જીવલેણ સાબિત થઈ શકે છે. વેપારીઓ પોતે ત્યાં રહેતા પણ નથી, જેથી જોખમ સ્થાનિક લોકો માટે વધે છે. >સુશીલભાઈ વર્મા, નવસારી તંત્ર માટે ચેતવણી સમાન સ્થિતિ.. આવતીકાલે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા આવા ગેરકાયદેસર ગોડાઉન સામે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે. નહિતર ‘આગ પછી તંત્ર જાગે’ જેવી પરંપરા ફરી એકવાર જાનહાનિનું કારણ બની શકે છે. સ્થાનિકોમાં ભારે રોષ, કલેક્ટરને રાવ દશેરા ટેકરી અને બાલાપીર દરગાહ નજીકના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી આ ગેરકાયદેસર ગોડાઉન તાત્કાલિક બંધ કરાવવા માંગ ઉઠાવી છે. જાન્યુઆરીમાં થયેલી આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હોવા છતાં તંત્ર હજી સજાગ બન્યું નથી. રહેવાસીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે ભરચક વસ્તીમાં આવા ગોડાઉન ‘ટાઈમ બોમ્બ’ સમાન છે અને ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. હવે તંત્ર કડક કાર્યવાહી કરી આવા ગોડાઉન સીલ કરે તેવી માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન‎સાધના પરીક્ષાનું 4 એપ્રિલે ‎આયોજન:14,500 વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા આપશે‎
    Next Article
    દાંડીકૂચ વિશેષ:દાંડીકૂચ વેળા ગાંધીજીએ નવસારીમાં પ્રવેશતા 25 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સભા ગજવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment