Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:કાલરી પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ટકરાતાં બાઇકચાલકનું મોત થયું

    10 hours ago

    બહુચરાજી તાલુકાના કાલરી ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ આગળ જતી ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર અથડાતા 19 વર્ષીય ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ચાણસ્મા તાલુકાના મણીપુરા ગામના 19 વર્ષિય આકાશજી રમેશજી ઠાકોર ગુરુવાર વહેલી સવારે આશરે 3 વાગ્યે પોતાની બાઇક (GJ-18-FD-7876) લઈને તેના બે મિત્રો અલ્કેશજી અને નિખિલજી સાથે નીકળ્યા હતા. સવારે 4:30 કલાકે જ્યારે તેઓ કાલરી ત્રણ રસ્તાથી મોઢેરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે મહાદેવના મંદિર પાસે આકાશજીએ પોતાની બાઈક પૂરઝડપે હંકારી આગળ જતી ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ભટકાડી દીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આકાશજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મિત્રોને તાત્કાલિક શંખલપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ખનીજ વિભાગની કડક કાર્યવાહી:વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર ધોંસ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ કબજે
    Next Article
    જ્ઞાન‎સાધના પરીક્ષાનું 4 એપ્રિલે ‎આયોજન:14,500 વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા આપશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment