Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત; અન્ય ગુનાઓમાં પણ સંડોવણી

    15 घंटे पहले

    બનાસકાંઠા પોલીસે પાલનપુરમાં થયેલા ચેઇન સ્નેચિંગના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગત 9 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 8:45 વાગ્યે લક્ષ્મીપુરા ગામમાં આ ઘટના બની હતી. બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન અને આર.કે. પટેલની દેખરેખ હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને શહેરના પ્રવેશ-નિકાસ માર્ગોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આરોપીઓના પહેરવેશ, ઉંમર, દેખાવ, મોટરસાઇકલ અને ગુના કરવાની પદ્ધતિના આધારે હ્યુમન સોર્સિસની મદદથી બંને આરોપીઓની ઓળખ થઈ હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમની પાસેથી લૂંટાયેલી સોનાની ચેઇન, ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ અમદાવાદ, સુરત અને બનાસકાંઠા જિલ્લા સહિતના અનેક વિસ્તારોમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા તેમણે આચરેલા અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીનું સ્વાગત:નંદ સંતો રચિત 33 રાસ ધરાવતા અલ્બમનું વિમોચન, દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું- સંસ્કૃતિની પુષ્ટિ માટે સંતો સદાય કાર્યરત
    Next Article
    CRED founder Kunal Shah to head WhatsApp after Meta-led funding round

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment