Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટી પાસેની લેબર કોલોનીમાં ખૂની હુમલાનો મામલો:યુપીમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થતા સાત મહિને ચાર શખ્સ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

    4 days ago

    રાજ્યના પાટનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં શ્રમિકની હત્યાના મામલે આખરે સાત મહિના બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં લેબર કોલોનીમાં થયેલા હિંસક હુમલા બાદ ઉત્તર પ્રદેશમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયુ. જેને લઈ સ્થાનિક પોલીસે ઝીરો FIRના આધારે ચાર શખ્સ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. જે મામલે ટેક્નિકલ તપાસના અંતે ડભોડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 4 શખ્સે ક્રુરતાપૂર્વક માર માર્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત 10 ઓગસ્ટ, 2025ની રાત્રે ગિફ્ટ સિટી નજીકની શિવાલિક લેન્ડમાર્ક પાસેની લેબર કોલોનીમાં ગયાદીન ઉર્ફે ડાલા રાજકુમાર નામના શ્રમિક પર કોઈ કારણસર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. રાજેશ રામબાબુ, રમેશ વિશ્વનાથ, રાહુલ રમેશ અને મહેન્દ્ર તેજવલી નામના શખ્સોએ તેને બેરહેમીથી માર માર્યો હતો. જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા ગયાદીને પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાદમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં વતન જતો રહ્યો હતી. આ હુમલાના ત્રણ દિવસ ગયાદીનનું બાંદ્રા મેડિકલ કોલેજ - હોસ્પિટલમાં 16 ઓગસ્ટના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની પત્ની ગુડીયાએ ઉત્તર પ્રદેશમાં સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ઘટનાના સાત મહિના બાદ ગુનો દાખલ બાદમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તર પ્રદેશ પોલીસે આ ફરિયાદને ઝીરો એફઆઈઆર તરીકે નોંધી અમદાવાદ અને ગાંધીનગર પોલીસને મોકલી આપી હતી. જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા તપાસ સોંપાતા અંતે ડભોડા પોલીસે ઘટનાસ્થળનું વેરિફિકેશન કરી સમગ્ર મામલે સાત મહિને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરને ચાલુ ફરજે આવ્યો હાર્ટએટેક:હિતેશ રાવતની તબિયત લથડતા સિવિલમાં ખસેડાયા હતા, સારવાર દરમિયાન મોત નીપજ્યું
    Next Article
    ગોધરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા:પંચાયત-પાલિકા ચૂંટણી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા, મહિલા દાવેદારોનો જમાવડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment