Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા:પંચાયત-પાલિકા ચૂંટણી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા, મહિલા દાવેદારોનો જમાવડો

    4 days ago

    ગોધરાના ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયામાં પંચાયત અને પાલિકા માટે દાવેદારી નોંધાવવા મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં ગોધરા નગરપાલિકા, મોરવા હડફ અને ગોધરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ત્રણ મંડળો માટે દાવેદારોની પસંદગી કરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. આ પ્રક્રિયામાં મહિલા દાવેદારોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવવા ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે રાજકીય ક્ષેત્રે મહિલાઓની સક્રિયતા દર્શાવે છે. સેન્સ પ્રક્રિયાને પારદર્શક બનાવવા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની બે અલગ-અલગ ટીમો કાર્યરત કરાઈ હતી. આ ટીમોએ સ્થાનિક સમીકરણો અને જીતવાની ક્ષમતા અંગે વિગતો મેળવી, તેમજ શિસ્તબદ્ધ રીતે કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી. જિલ્લા ભાજપના સંગઠન માળખા દ્વારા કરાયેલા વ્યવસ્થિત આયોજનને કારણે મોટી સંખ્યામાં દાવેદારો અને સમર્થકોની હાજરી હોવા છતાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ ન હતી. સમગ્ર દિવસ દરમિયાન પ્રક્રિયા સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટી પાસેની લેબર કોલોનીમાં ખૂની હુમલાનો મામલો:યુપીમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થતા સાત મહિને ચાર શખ્સ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
    Next Article
    India talks trade expansion with China, a first after 2019 RCEP talks exit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment