Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપહરણના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા:પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતથી આરોપીને દબોચી લીધા

    15 hours ago

    પંચમહાલ પોલીસે અપહરણના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે. પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે અલગ-અલગ ઓપરેશન હાથ ધરીને આ કાર્યવાહી કરી હતી. ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી. પ્રથમ કેસ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનાનો છે. આ ગુનાનો આરોપી અરવિંદ આરત ડાભી, જે મૂળ બોરીયાવીનો રહેવાસી છે, તે નાસતો ફરતો હતો. પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મળી હતી કે, તે સુરતના સાયણ પાસે મજૂરી કામ કરી રહ્યો છે. પોલીસે તેને સુરતના કોસમાડા ખાતેથી ઝડપી પાડ્યો હતો. બીજો કેસ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનાનો છે. આ ગુનાનો આરોપી સહદેવસિંહ ઉર્ફે ભૂરો નરવતસિંહ સોલંકી, જે પિંગળીનો રહેવાસી છે, તેની પણ ચોક્કસ બાતમી મળી હતી. પેરોલ ફર્લો સ્ક્વોડે તેને સુરતના અમરોલી, કોસાડ ખાતેથી દબોચી લીધો હતો. પોલીસે બંને આરોપીઓ અને ભોગ બનનારને સંબંધિત પોલીસ સ્ટેશન (શહેરા અને કાલોલ) ને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના યુવાન સાથે વિશ્વાસઘાત:'મારે પણ તમારા જેવુ જ કામ છે, તમને હું વેપારમાં મદદ કરીશ, મારી માલની ગાડી અટીકામાંથી છોડાવવાની છે' કહીં જામનગરના શખસે રૂ.5.50 લાખ પડાવ્યા
    Next Article
    માસૂમ કચડનાર બોલેરો ચાલક ઝડપાયો.:વિસાવદરમાં કાળમુખી બોલેરોએ 8 વર્ષના બાળકને કચડ્યો: સીસીટીવીમાં કેદ થઈ પૂરઝડપ, પિતાએ કહ્યું- "મારા લાડકવાયાને છીનવનારને કડક સજા કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment