Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ડાયમંડ બુર્સ બનશે રફ હીરાનું વૈશ્વિક હબ:વેપારીઓનો ઐતિહાસિક નિર્ણય, હવે એક જ છત નીચે થશે ટ્રેડિંગ, બુર્સમાં જ થશે રફનું ઈમ્પોર્ટ અને ટ્રેડિંગ

    5 days ago

    ડાયમંડ સિટી સુરતના રત્ન કલાકારો અને ઉદ્યોગપતિઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત ડાયમંડ બુર્સ (SDB) ને રફ ડાયમંડ ટ્રેડિંગનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે વેપારીઓએ એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. ગુરુવારે બુર્સ ખાતે મળેલી હાઈ-લેવલ મીટિંગમાં સર્વસંમતિથી નક્કી કરાયું છે કે હવે રફ હીરાનું તમામ ટ્રેડિંગ અને ઈમ્પોર્ટ પ્રક્રિયા SDB ખાતેથી જ સંચાલિત કરવામાં આવશે. રફ હીરાની આયાતથી લઈને તેના ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ હવે ડાયમંડ બુર્સમાંથી જ થશે સુરત ડાયમંડ બુર્સ ખાતે આયોજિત આ બેઠકમાં રફ ડાયમંડના અગ્રણી વેપારીઓએ હાજરી આપી હતી. ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, જો સુરતને વિશ્વનું ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવું હોય તો તમામ પ્રવૃત્તિઓનું એકત્રીકરણ જરૂરી છે. વેપારીઓએ નિર્ણય લીધો છે કે, રફ હીરાની આયાતથી લઈને તેના ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ હવે ડાયમંડ બુર્સમાંથી જ થશે, જેથી વેપારને વધુ ગતિ મળશે. વેપારીઓના સકારાત્મક અનુભવોએ વધાર્યો ઉત્સાહ આ બેઠક દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ ઉપેશભાઈ શાહએ પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 18મી તારીખથી બુર્સમાં ઓફિસ શરૂ કર્યા બાદ તેમને અદભૂત બિઝનેસ રિસ્પોન્સ મળ્યો છે. ત્યાંની અત્યાધુનિક સુવિધાઓ અને એક જ સ્થળે મળતા વેપારીઓને કારણે કામગીરીમાં સરળતા રહે છે. તેમના આ સકારાત્મક પ્રતિસાદથી પ્રેરાઈને અન્ય ઘણા વેપારીઓએ પણ તાત્કાલિક અસરથી બુર્સમાં સ્થળાંતર કરવાની તૈયારી દર્શાવી છે. 4 એપ્રિલે હર્ષ સંઘવીનું સન્માન આગામી 4 એપ્રિલ 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે સુરત ડાયમંડ બુર્સમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (નાયબ મુખ્યમંત્રી) હર્ષભાઈ સંઘવીનો સન્માન સમારોહ યોજાનાર છે. આ પ્રસંગે સુરતની ઘણી મોટી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસો SDBમાં શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. ઓનલાઈન રફ ટ્રેડિંગ કરતી મોટી કંપનીઓ પણ હવે ફિઝિકલ હાજરી સાથે બુર્સમાં જોડાવા માટે ઉત્સુક છે. લાલજીભાઈ પટેલ(વાઇસ ચેરમેન, સુરત ડાયમંડ બુર્સ) એ જણાવ્યું હતું કે, રફ ડાયમંડ ટ્રેડિંગને SDBમાં સંપૂર્ણ રીતે કેન્દ્રિત કરવાનો નિર્ણય ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ઇમ્પોર્ટ, ટ્રેડિંગ અને ટેન્ડરિંગ એક જ જગ્યાએ થવાથી સુરક્ષા વધશે અને સમયનો બચાવ થશે. તમામ વેપારીઓ નિર્ધારિત સમયમાં અહીં વેપાર શરૂ કરવા પ્રતિબદ્ધ છે. SDBમાં વેપાર વધારવા માટેના મુખ્ય મુદ્દાઓ: સુરતના આ નિર્ણયથી મુંબઈ અને બેલ્જિયમ જેવા ડાયમંડ સેન્ટરોને સુરત સીધી ટક્કર આપશે એવું બજારના નિષ્ણાતો માની રહ્યા છે. વેપારીઓના આ એકજુથ નિર્ણયથી સુરત ડાયમંડ બુર્સમાં હવે નવા પ્રાણ ફૂંકાયા છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ 5 એપ્રિલે મનપાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે:50% યુવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે: અમિત ચાવડા, રાજકોટના ખાનગી રિસોર્ટમાં બેઠક મળી
    Next Article
    રાજકોટ જિલ્લામાં રખડતા ઢોરનો યુવક પર હિંસક હુમલો, CCTV:કોટડાસાંગાણીમાં ગાયે શિંગડાથી યુવકને ફંગોળી પગથી કચડ્યો, સ્થાનિકોએ લાકડીઓ ફટકારી દૂર ભગાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment