Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી:ડીજેના તાલે ભક્તો ઉત્સાહભેર જોડાયા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

    5 days ago

    પાટણમાં હનુમાન જયંતી નિમિત્તે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. રામ નવમી સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બાલા હનુમાન મંદિરથી ડીજેના તાલે પ્રસ્થાન થઈ હતી. આ અવસરે શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમો, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચૈત્ર સુદ પૂનમના દિવસે અંજનીમાતાની કુખે જન્મેલા અને ભગવાન શંકરના 11મા રુદ્રાવતાર ગણાતા હનુમાનજીનો જન્મોત્સવ પાટણ શહેરમાં ઉત્સાહભેર ઉજવાયો હતો. દિવસની શરૂઆત બાલા હનુમાન મંદિરે પ્રભાત આરતી સાથે થઈ હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શહેરના તમામ હનુમાન મંદિરોમાં પવનપુત્રના દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. રામ નવમી સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુખ્ય શોભાયાત્રા બાલા હનુમાન મંદિરથી વાજતે-ગાજતે પ્રસ્થાન થઈ હતી. ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં યુવાનો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે મેઈન બજાર, બગવાડા, હિંગળાચાચર, જુનાગંજ બજાર અને સુભાષચોક થઈને પસાર થશે. આ યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો, સાધુ-સંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર માર્ગ પર હનુમાન ચાલીસાના ગાન અને જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં હનુમાન જન્મોત્સવ: 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રા:ભક્તિમય વાતાવરણ, પ્રાચીન મંદિરોની સુરક્ષાનો સંદેશ
    Next Article
    ​GIDC-2માં આવેલી માધવ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ:ફાયર ફાઈટરોએ ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment