Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​GIDC-2માં આવેલી માધવ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ:ફાયર ફાઈટરોએ ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી

    5 days ago

    ​જૂનાગઢ શહેરના જીઆઈડીસી (GIDC) ફેઝ-2 વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. અહીં આવેલી માધવ પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા માધવ પ્લાસ્ટિકના કારખાનામાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના અન્ય કારખાનાના શ્રમિકો અને માલિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર ઓફિસર અને તેમની ટીમે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી આ ​ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જેહમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં કાબૂમાં લીધી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ​શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતે આગનું કારણ હજુ અકબંધ છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની તેમજ આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી:ડીજેના તાલે ભક્તો ઉત્સાહભેર જોડાયા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:કલેક્ટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક, તૈયારીઓ તેજ કરવા સૂચન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment