Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂત્રાપાડાનાસરા-થરેલીના ખેડૂતો જમીન બચાવવા મેદાને પડ્યા:પાઈપલાઈન પ્રોજેક્ટ સામે વિરોધ; વૈકલ્પિક માર્ગ અપનાવવા મામલતદારને આવેદન આપ્યું

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સરા અને થરેલી ગામોના સીમ વિસ્તારમાં હાલ ધરતીપુત્રો અને વહીવટી તંત્ર વચ્ચે સંઘર્ષના મંડાણ થયા છે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા પાઈપલાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોએ બાયો ચઢાવી છે. પોતાની જીવાદોરી સમાન જમીન પર સંકટ જોઈ ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે અને તેઓએ તંત્રની કાર્યપદ્ધતિ સામે આકરા પ્રહાર કર્યા છે. કૃષિ સંપત્તિને કાયમી નુકસાનની ભીતિ ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે જો આ પાઈપલાઈન તેમની ફળદ્રુપ જમીનની મધ્યમાંથી પસાર થશે, તો વર્ષોની મહેનતથી ઉછારેલા ઊભા પાક, ફળદાઈ વૃક્ષો તેમજ સિંચાઈના સ્ત્રોત એવા કુવા અને બોર જેવી કિંમતી કૃષિ સંપત્તિને કાયમી નુકસાન થશે. વધુમાં, જમીનના પેટાળમાં પાઈપલાઈન હોવાને કારણે ભવિષ્યમાં આ જમીન પર કોઈ ઉદ્યોગ, પેટ્રોલ પંપ કે બિનખેતી વિકાસના કામો થઈ શકશે નહીં, જે ખેડૂતોના આર્થિક ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે. બળજબરીપૂર્વક ખેતરોમાં પ્રવેશનો આરોપ તંત્ર સામે પારદર્શિતાના અભાવના આક્ષેપો કરતા ખેડૂતોએ જણાવ્યું છે કે, પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પૂર્વ પરવાનગી કે પૂરતી સમજણ આપ્યા વિના જ બળજબરીપૂર્વક ખેતરોમાં પ્રવેશી કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના મતે, આ પ્રોજેક્ટ માટેના વિવિધ નકશાઓ તૈયાર હોવા છતાં, તે ખેડૂતો સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી, જે વહીવટી તંત્રની મેલી મુરાદ તરફ આંગળી ચીંધે છે. ધરતીપુત્રોએ સૂચવ્યો રચનાત્મક ઉકેલ ખેડૂતોએ આ સમસ્યાનો રચનાત્મક ઉકેલ સૂચવતા જણાવ્યું છે કે, જો આ પાઈપલાઈન ખેતીની જમીનને બદલે નજીકમાંથી પસાર થતી સરકારી પડતર જમીન અથવા કેનાલની સમાંતર નાખવામાં આવે, તો કોઈ પણ વ્યક્તિની ખાનગી મિલકતને નુકસાન પહોંચશે નહીં અને પ્રોજેક્ટ પણ કોઈ અવરોધ વગર ઝડપથી સંપન્ન થઈ શકશે. આવેદનપત્ર પાઠવ્યું આ વિવાદના ઉકેલ માટે ખેડૂતોના પ્રતિનિધિ મંડળે મામલતદારને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું છે. તેઓએ માંગ કરી છે કે આ પ્રોજેક્ટ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે અને ખેડૂતોના હિતને સર્વોપરી ગણી વૈકલ્પિક માર્ગનો વિકલ્પ તાત્કાલિક ધોરણે અમલી બનાવવામાં આવે. તણાવ અને ઉત્તેજનાભર્યો માહોલ હાલમાં સરા અને થરેલી પંથકમાં આ મુદ્દે ભારે તણાવ અને ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. હવે એ જોવું રહ્યું કે તંત્ર ખેડૂતોની આ ન્યાયી માંગણી સ્વીકારીને લોકશાહી ઢબે કોઈ સુખદ સમાધાન લાવે છે કે પછી વિવાદ વધુ વકરે છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી:ગઢડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની 29 બેઠકો માટે 200થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી
    Next Article
    ભાવનગરના વિકાસને વેગ, રોડ કનેક્ટિવિટી મજબૂત:ભાવનગર માટે નવી રોડ પરિયોજનાઓનો બ્લુપ્રિન્ટ, સાંસદ નિમુબેન બાંભણીયા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે મહત્વની બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment