Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના વિકાસને વેગ, રોડ કનેક્ટિવિટી મજબૂત:ભાવનગર માટે નવી રોડ પરિયોજનાઓનો બ્લુપ્રિન્ટ, સાંસદ નિમુબેન બાંભણીયા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે મહત્વની બેઠક

    4 days ago

    કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે ખાસ મુલાકાત કરી હતી. 02/04/2026 ના રોજ યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ ભાવનગર સંસદીય ક્ષેત્રમાં માર્ગોનું માળખું વધુ સુદ્રઢ બનાવી પ્રાદેશિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો હતો. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે: આર્થિક ક્રાંતિની આશા બેઠકની શરૂઆતમાં નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પિત થયેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક એક્સપ્રેસ વે ભાવનગરના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે 'બેકબોન' એટલે કે કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવશે. આ માર્ગથી પરિવહન ઝડપી બનતા સ્થાનિક ઉદ્યોગો અને રોજગારીને મોટો ફાયદો થશે. નવી પરિયોજનાઓ અને શહેરી માર્ગોનું આધુનિકીકરણ સાંસદે ભાવનગર જિલ્લામાં આગામી સમયમાં આવનારી નવી રોડ પરિયોજનાઓ અંગે નીતિન ગડકરી સાથે વિગતવાર પરામર્શ કર્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગોના આધુનિકીકરણ અને તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે સાંકળવા બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ રજૂઆતોને નીતિન ગડકરીએ અત્યંત હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને ભાવનગરની કનેક્ટિવિટી વધારવા માટે જરૂરી વહીવટી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સૂત્રાપાડાનાસરા-થરેલીના ખેડૂતો જમીન બચાવવા મેદાને પડ્યા:પાઈપલાઈન પ્રોજેક્ટ સામે વિરોધ; વૈકલ્પિક માર્ગ અપનાવવા મામલતદારને આવેદન આપ્યું
    Next Article
    तीन हफ्ते और जंग चलेगी, न ने नहीं सुनी किसी की, बर्बाद हो जाएगी इकॉनमी, मार्केट गिरा धड़ाम से

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment