Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સરકારી યોજનાના બોર્ડ-બેનરો હટાવાયા:ચૂંટણી આચારસંહિતાના અમલને પગલે પાલિકા તંત્રની કાર્યવાહી

    4 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ ગોધરા શહેરમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન રૂપે, ગોધરા નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસારના બોર્ડ, બેનરો અને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડતાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ, વિવિધ ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને સરકારી સંકુલની આસપાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના હોર્ડિંગ્સ, પોસ્ટર્સ તેમજ રાજકીય નેતાઓના ફોટા ધરાવતા બેનરોને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જાહેર દીવાલો પર કરવામાં આવેલા રાજકીય પક્ષોના લખાણ-ચિત્રો અને સરકારી યોજનાઓના લખાણોને પણ પાલિકાની ટીમ દ્વારા કલર લગાવીને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર તળેટી અને શહેરમાં હનુમાન જન્મોત્સવની ધૂમ:લંબે હનુમાનને 21,000 લાડુનો ભોગ અને 11 કિલો ચાંદીના આભૂષણો, સરખડીયા હનુમાનજીએ ધરાવાયો 56 ભોગ
    Next Article
    વડું બેઠકના ગત ટર્મના સભ્યની સો.મીડિયા પર હિસાબ આપવાની જાહેરાત:મહિલા માટે બેઠક અનામત થતા કોંગ્રેસના અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે, પત્નીને ઉમેદવાર બનાવવા તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment