Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર તળેટી અને શહેરમાં હનુમાન જન્મોત્સવની ધૂમ:લંબે હનુમાનને 21,000 લાડુનો ભોગ અને 11 કિલો ચાંદીના આભૂષણો, સરખડીયા હનુમાનજીએ ધરાવાયો 56 ભોગ

    4 days ago

    આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર જૂનાગઢ શહેર અને ગિરનારની તળેટી 'જય સિયારામ' અને 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠી છે. ગિરનાર તળેટીના ભવનાથ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક લંબે હનુમાન મંદિર અને જંગલ વિસ્તારમાં આવેલા મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાન મંદિર સહિત શહેરના ખૂણે-ખૂણે આવેલા શિખરબદ્ધ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક દાદાનો પ્રગટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરાવી ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો ​ભવનાથ સ્થિત લંબે હનુમાન મંદિરના મહંત શ્રી અર્જુનદાસ ખાખી બાપુએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 5:00 વાગ્યે હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરાવી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દાદાનો વિશેષ અભિષેક અને 1100 ગુલાબના ફૂલો દ્વારા 'સહસ્ત્રાર્ચન' વિધિ કરવામાં આવી હતી. રાત્રે 11:30 વાગ્યે ભવ્ય મહાઆરતી બાદ ભોજન પ્રસાદનું આયોજન ​આ વર્ષે દાદાને સુરતના ભક્ત પ્રવીણભાઈ જમનાદાસ સાવલિયા (ફાઈવ સ્ટાર હોન્ડા) દ્વારા અર્પણ કરવામાં આવેલા 11 કિલો અને 162 ગ્રામ ચાંદીના નવતર આભૂષણો અને નવા ચોલા ધારણ કરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. અહીં સવારથી શરૂ થયેલું પ્રસાદ વિતરણ રાત્રે 2:00 વાગ્યા સુધી ચાલશે, જ્યારે રાત્રે 11:30 વાગ્યે ભવ્ય મહાઆરતી બાદ ઊંધિયું, મોહનથાળ અને ભજીયા સહિતના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ​24 કલાકની 'સીતારામ' ધૂન શરૂ કરવામાં આવી ગિરનારના જંગલ વિસ્તારમાં બિરાજતા મનોકામના સિદ્ધ સરખડીયા હનુમાન મંદિર ખાતે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહંત હરિદાસજી મહારાજે માહિતી આપતા જણાવ્યું કે, અહીં વર્ષોથી ચાલતા અખંડ હનુમાન ચાલીસાના પાઠની સાથે આજે વિશેષ 24 કલાકની 'સીતારામ' ધૂન શરૂ કરવામાં આવી છે. ​ભગવાનને 56 ભોગ અને 7,000 ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ 1008 લક્ષ્મી કમળ દ્વારા દાદાનું વિશેષ પૂજન અને દ્રવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં મહાપ્રસાદનો લાભ લીધો હતો. હનુમાન મંદિરોમાં પણ સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ​માત્ર ભવનાથ તળેટી જ નહીં પણ જૂનાગઢ શહેરના પંચાટડી હનુમાન મંદિર અને અક્ષર મંદિર પાસે આવેલા હનુમાન મંદિરોમાં પણ સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિવિધ સ્થળોએ હનુમાન જયંતિ નિમિત્તે હવન-યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને મહાઆરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. સમગ્ર જૂનાગઢમાં ભક્તો માટે ફરાળી તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ-સંતો અને મહંતોના સાંનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઝોલાંછાપ ડોક્ટરોની હવે ખેર નહી:ભરઉનાળે જામનગરમાં કરા પડ્યા, કેજરીવાલે મુખ્યંત્રીને પત્ર લખ્યો, સેન્સ પ્રક્રિયામાં પહેલા દિવસે જ ધબડકો
    Next Article
    ગોધરામાં સરકારી યોજનાના બોર્ડ-બેનરો હટાવાયા:ચૂંટણી આચારસંહિતાના અમલને પગલે પાલિકા તંત્રની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment