Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝોલાંછાપ ડોક્ટરોની હવે ખેર નહી:ભરઉનાળે જામનગરમાં કરા પડ્યા, કેજરીવાલે મુખ્યંત્રીને પત્ર લખ્યો, સેન્સ પ્રક્રિયામાં પહેલા દિવસે જ ધબડકો

    4 days ago

    સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ.8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન થયા. તો 151 કિલોની કેક ધરાવાઈ અને 1 લાખ બલૂનની વર્ષા કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલા દિવસે જ લાલીયાવાડી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરી કરી. અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં પહેલા દિવસે જ લાલીયાવાડી જોવા મળી. અહીં સૌથી વધુ દાવેદારો આવવાના હતા પણ નિરીક્ષકો જ સમયસર પહોંચ્યા નહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો.તેમનો આક્ષેપ છે કે રાજ્યમાં આપના 10 હજાર કાર્યકરોની ધરપકડનો કારસો રચાઈ રહ્યો છે. સાથે જ તેમણે સીએમ સાથે મુલાકાતનો સમય પણ માગ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીર સોમનાથમાં આપને મોટો ઝટકો ગીર સોમનાથમાં આપને મોટો ઝટકો.વેરાવળ-પાટણના 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો.આનાથી અહીના રાજકીય સમીકરણોમાં પલટો આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 કલાકથી વધુ સમયથી મૃતદેહો રસ્તા પર કડી- કલ્યાણપુરા રોડ પર જેસીબીની ટક્કરે શ્રમિક પરિવારના બે બાળકોના મોત થયા..રોડના કન્સ્ટ્રક્શન માટે આવેલા પરિવારના 2 અને 4 વર્ષના બે બાળકોના મોત થયા. 10 કલાકથી વધુ સમય સુધી બાળકોના મૃતદેહો રસ્તા પર પડી રહ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોજગારી ન મળતા ટ્રક નીચે ઝંપલાવી આપઘાત રોજગારી ન મળતા નેપાળના યુવકે ટ્રક નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો. વડોદરામાં રહેતો જગદીશ જોષી નામનો યુવક પાંચ દિવસથી રાજકોટમાં કામધંધાની શોધમાં આવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિકોલ પોલીસ સ્ટેશનમાં લાગ્યા જય શ્રી રામના નારા અમદાવાદના નિકોલમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લઘુમતિ સમાજના યુવકે દુષ્કર્મ આચરતા બજરંગદળ એક્શનમાં. નિકોલ પોલીસ સ્ટેશનમાં 'જય શ્રી રામ'ના નારા લાગ્યા..આરોપી યુવકને પોલીસને સોંપવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1400 કિલો પનીરના લેબ રિપોર્ટ ફેલ સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરનો ચોંકાવનારો લેબ રિપોર્ટ.. પામોલીન તેલ-ઇન્ડસ્ટ્રીયલ એસિડથી પનીર બનાવાતું હતું.. બે વર્ષથી નકલી પનીરનું નેટવર્ક સક્રિય હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૌભાંડી પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો કૌભાંડી પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોએ રોષ સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરી.પાનસેરિયાએ ખાતરી આપતા કહ્યું કે ચૂંટણીની આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવવામાં આવશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગર અને કચ્છમાં કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં ભરઉનાળે કરા સાથે વરસાદ પડ્યો..આ સિવાય કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા..કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી:જ્યાં સૌથી વધુ દાવેદારો આવવાના હતા તે અમરાઈવાડી વોર્ડમાં સેન્સ લેવા નિરીક્ષકો સમયસર પહોંચ્યા જ નહીં; કોંગ્રેસ-AAP-ભાજપના કાર્યાલયમાં સન્નાટો
    Next Article
    ગિરનાર તળેટી અને શહેરમાં હનુમાન જન્મોત્સવની ધૂમ:લંબે હનુમાનને 21,000 લાડુનો ભોગ અને 11 કિલો ચાંદીના આભૂષણો, સરખડીયા હનુમાનજીએ ધરાવાયો 56 ભોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment