Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડું બેઠકના ગત ટર્મના સભ્યની સો.મીડિયા પર હિસાબ આપવાની જાહેરાત:મહિલા માટે બેઠક અનામત થતા કોંગ્રેસના અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે, પત્નીને ઉમેદવાર બનાવવા તૈયારી

    4 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ત્યારે એક તરફ ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આગામી બે ત્રણ દિવસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના વડું બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય દ્વારા લોકો સમક્ષ સોશિયલ મીડિયા થકી હિસાબ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મારફતે તેઓએ આ બેઠક પરથી પોતાના પત્નીને ઉમેદવાર જાહેર કરવાની તૈયારી કરી દીધી છે.કોંગ્રેસ જાહેર કરે કે ન કરે તેઓએ જાતે જ પોતાના પત્નીના નામની જાહેરાત કરી દીધી હોય તેમ તૈયારીઓ કરી દીધી છે. વડું બેઠક પરથી આ વખતે મહિલા ઉમેદવાર જિલ્લા પંચાયતની વડું બેઠક ઉપર આ વખતે મહિલા બેઠક છે જેથી આ બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે. જો કે મહિલા બેઠક હોવાથી તેઓએ પોતાના પત્નીને લડાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પોતાના મતદારોને રીઝવવા માટેની પણ તેઓ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પક્ષ ટિકિટ આપે કે ન આપે તેઓ તો નક્કી જ છે તે રીતે તેઓએ પ્રચાર પણ શરુ કરી દીધો છે. કેલેન્ડર પણ છપાવવા આપી દેવાયા આ અંગે અર્જુનસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, રોજેરોજ દરેક ગામવાર હિસાબ આપીશ. આ વખતે મારા બદલે મારા પત્ની ચૂંટણી લડશે. હિસાબ આપ્યા બાદ દરેકને કેલેન્ડર પણ આપવાનું આયોજન છે. હાલમાં આ કેલેન્ડર છપાવવા પણ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે ગણીગાંઠી બેઠકો હતી જે પૈકીની આ એક બેઠક હતી ત્યારે તેઓએ મોવડીમંડળની પણ જાહેરાતની પરવા કર્યા વગર જાતે જ ઉમેદવાર તરીકે સ્વઘોષિત થઇ ગયા હોય તેવો માહોલ ઉભો કરી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં સરકારી યોજનાના બોર્ડ-બેનરો હટાવાયા:ચૂંટણી આચારસંહિતાના અમલને પગલે પાલિકા તંત્રની કાર્યવાહી
    Next Article
    મોરબી રાજવી પરિવારે સમાજ ભવન માટે જમીન દાન કરી:ટ્રસ્ટીઓએ મહારાજા કુમારીઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment