Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીઓ જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ:હિંમતનગરના વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસમાં બોર્ડ લગાવી દેવાયા

    4 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન માટે સરકારી વિશ્રામગૃહોમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. હિંમતનગરમાં શહેરના મધ્યમાં આવેલા વિશ્રામગૃહ તેમજ હિંમતનગર-વિજાપુર-ઇડર બાયપાસ રોડ પરના નવા સર્કિટ હાઉસ ખાતે આદર્શ આચારસંહિતાના અમલ અંગેના બોર્ડ લગાવી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડમાં પેટાચૂંટણી પણ યોજાવાની છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો અને આઠ તાલુકા પંચાયતની 170 બેઠકો માટે કુલ 1210 મતદાન મથકો પર 9,17,047 મતદારો EVM દ્વારા મતદાન કરશે. નગરપાલિકાઓની વાત કરીએ તો, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 88 મતદાન મથકો પર 72,741 મતદારો, ઇડર નગરપાલિકાના 7 વોર્ડમાં 26 મતદાન મથકો પર 25,532 મતદારો અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડમાં 19 મતદાન મથકો પર 16,087 મતદારો મતદાન કરશે. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં 4 મતદાન મથકો પર 3,616 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
    Click here to Read More
    Previous Article
    3000 સ્થળોએ હનુમાન જયંતીની ઉજવણી:બાલાજી હનુમાનજી મંદિરે આરતીમાં 2000 ભક્તો ઉમટ્યા, કેક કટિંગ કરાયું; બાળ હનુમાને આકર્ષણ જગાવ્યું
    Next Article
    ભાવનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ:પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા મોટી સંખ્યામાં દાવેદારોએ દાવેદારી નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment