Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3000 સ્થળોએ હનુમાન જયંતીની ઉજવણી:બાલાજી હનુમાનજી મંદિરે આરતીમાં 2000 ભક્તો ઉમટ્યા, કેક કટિંગ કરાયું; બાળ હનુમાને આકર્ષણ જગાવ્યું

    4 days ago

    આજે 2 એપ્રિલના શહેરના કષ્ટભંજન બાલાજી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં હનુમાન દાદાની મહાનીરાજનમ આરતીમાં 2000 થી વધુ ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન બાળકોથી લઈ યુવાનો, મહિલાઓ અને વડીલોએ કષ્ટભંજન દેવની આરાધના કરી હતી. જે બાદ હેપ્પી બર્થ ડે લખેલી હનુમાનજીની ગદા સાથેની વિશાળ કેકનું કટીંગ કરવામાં આવ્યુ હતુ. શહેરમાં 3000થી વધુ જગ્યાએ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ભક્તો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ ગ્રહણ કરશે. આજે બાલાજી હનુમાનજી મંદિરે સવારે દિવ્ય આરતી કરવામાં આવી હતી રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતિનો ઉત્સવ પુરા ભારત વર્ષમાં જ નહીં પરંતુ વિશ્વમાં ધામધૂમથી ઉજવાતો હોય છે. આજે બાલાજી હનુમાનજી મંદિરે સવારે દિવ્ય આરતી કરવામાં આવી હતી. જ્યારે બપોરે હનુમાન દાદાની મહાનીરાજનમ આરતી અને કેક કટીંગ કરવામાં આવી હતી. બપોર બાદ 108 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે પણ મહાનીરાજનમ આરતી યોજાશે. રાત્રે 8થી 11.30 વાગ્યા સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ રાત્રિના સમયે ખૂબ જ ભવ્યતાથી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. શહેરના ભાવિકજનો આ તમામ પ્રસંગોનો લાભ લે તેવું આમંત્રણ છે. ‘હું મારા બાળકને હનુમાનજી બનાવીને અહીં દર્શન માટે આવી છું’ આ દરમિયાન બાલાજી હનુમાનજી મંદિરે દર્શન માટે આવેલા આશિકા રૂપાપરાએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતીના દિવસે લોકો હનુમાનજીની સેવા પૂજા અને અર્ચના કરે છે. જેથી આ પ્રસંગે હું મારા બાળકને હનુમાનજી બનાવીને અહીં બાલાજી મંદિરે દર્શન માટે લઈ આવી છું. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે મોટી સંખ્યામાં ભક્તજનો અહીં જોડાયા છે. અહીં હનુમાનજી દાદાના જન્મદિવસના અનુલક્ષીને કેક કટીંગ કરવામાં આવી હતી. જેથી અહીં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં ગેસ સિલિન્ડર લેવા લોકોની લાંબી કતારો:5 કિલોના બાટલાનો ભાવ 1500 પર પહોંચ્યાનો આક્ષેપ, એજન્સીઓ માત્ર ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા લોકોમાં રોષ
    Next Article
    ચૂંટણીઓ જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ:હિંમતનગરના વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસમાં બોર્ડ લગાવી દેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment