Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં ગેસ સિલિન્ડર લેવા લોકોની લાંબી કતારો:5 કિલોના બાટલાનો ભાવ 1500 પર પહોંચ્યાનો આક્ષેપ, એજન્સીઓ માત્ર ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા લોકોમાં રોષ

    4 days ago

    વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસરો હવે સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં સામાન્ય માનવીના ઘર સુધી પહોંચી છે. શહેરના શ્રમિક અને મધ્યમ વર્ગના ગઢ ગણાતા પાંડેસરા વિસ્તારમાં હાલ રાંધણ ગેસની અભૂતપૂર્વ અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓ બહાર જોવા મળી રહેલા દ્રશ્યો કોઈ દુઃસ્વપ્નથી ઓછા નથી, જ્યાં હજારો પરિવારોના ચૂલા ઠરવાની અણી પર હોવાથી લોકો રઝળપાટ કરી રહ્યા છે અને તેથી લોકોએ ગેસ લેવા માટે એજન્સીન બહાર લાંબી લાઈન લગાવી છે. વહેલી સવારના 4 વાગ્યાથી કતારો છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી આ કટોકટીને કારણે પાંડેસરાની તમામ ગેસ એજન્સીઓ પર વહેલી સવારના 4 વાગ્યાથી જ લોકોની લાંબી લાઈનો લાગી જાય છે. પુરુષોની સાથે ગૃહિણીઓ પણ પોતાનું ઘરકામ છોડી કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે. લોકોમાં ફફડાટ છે કે જો ગેસ નહીં મળે તો બાળકોના ટિફિન અને ઘરના જમવાનું કેવી રીતે બનશે. 5 કિલોનો બાટલા મેળવવા લોકોનો ભારે સંઘર્ષ સામાન્ય રીતે લોકો 14.2 કિલોનો મોટો સિલિન્ડર વાપરતા હોય છે, પરંતુ તેની ડિલિવરીમાં થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે હવે લોકો 5 કિલોના બાટલા તરફ વળ્યા છે. જે સિલિન્ડર અગાઉ કટોકટીના સમય માટે રાખવામાં આવતો હતો, તે હવે લોકોનો મુખ્ય સહારો બન્યો છે. આ નાનો બાટલો મેળવવા માટે પણ શ્રમિકોએ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ડોક્યુમેન્ટની તપાસ અને ડિજિટલ પેમેન્ટનો આગ્રહ ગેસ એજન્સીઓ દ્વારા પારદર્શિતાના નામે કડક તપાસ કરવામાં આવી રહી છે. લાઈનમાં ઉભેલા લોકોના હાથમાં લાઈટબિલ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવા દસ્તાવેજો જોવા મળે છે. કલાકો સુધી તડકામાં ઊભા રહ્યા બાદ પણ ગ્રાહકોને નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક એજન્સીઓ માત્ર ઓનલાઈન પેમેન્ટનો આગ્રહ રાખતી હોવાથી જે શ્રમિકો પાસે સ્માર્ટફોન કે ડિજિટલ સુવિધા નથી, તેઓ ગેસ મેળવવાથી વંચિત રહી જાય છે. કાળાબજારનો રાફડો, 1500 રૂપિયા સુધી વસૂલાત અછતનો લાભ ઉઠાવી કાળાબજારિયાઓ પણ સક્રિય થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 કિલોનો એક ગેસનો બાટલો મેળવવા માટે લોકોએ 1500 રૂપિયા જેવી માતબર રકમ ચૂકવવી પડી રહી છે. એક તરફ રોજગારીનો પ્રશ્ન અને બીજી તરફ આસમાને પહોંચેલા ભાવને કારણે શ્રમિક વર્ગની કમર તૂટી ગઈ છે. જમવાનું બનાવવામાં તકલીફ છે અને લાકડા પણ મળતા નથી સ્થાનિક શ્રમિકનું કહેવું છે કે, "હું સવારના 8 વાગ્યાથી લાઈનમાં છું. ગેસ માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જમવાનું બનાવવામાં તકલીફ છે અને લાકડા પણ મળતા નથી. આસપાસમાં કોઈ લાકડા સળગાવવા પણ દેતા નથી. એજન્સીવાળા કહે છે કે રોકડા નહીં, ઓનલાઈન પૈસા હશે તો જ ગેસ મળશે. અમારી પાસે તો એવા મોબાઈલ પણ નથી, અમે ક્યાં જઈએ?"
    Click here to Read More
    Previous Article
    શંખેશ્વરમાં વકીલની ઓફિસમાં ચોરી અને તોડફોડ:કારના કાચ પણ તોડ્યા, આરોપીને રોકવાનો પ્રયાસ કરનાર વકીલના મિત્રને મારી નખવાની ધમકી; ગુનો નોંધાયો
    Next Article
    3000 સ્થળોએ હનુમાન જયંતીની ઉજવણી:બાલાજી હનુમાનજી મંદિરે આરતીમાં 2000 ભક્તો ઉમટ્યા, કેક કટિંગ કરાયું; બાળ હનુમાને આકર્ષણ જગાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment