Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરમાં વકીલની ઓફિસમાં ચોરી અને તોડફોડ:કારના કાચ પણ તોડ્યા, આરોપીને રોકવાનો પ્રયાસ કરનાર વકીલના મિત્રને મારી નખવાની ધમકી; ગુનો નોંધાયો

    4 days ago

    શંખેશ્વરમાં એક વકીલની ઓફિસમાં ચોરી અને તોડફોડનો બનાવ બન્યો છે. મહેશકુમાર જલાજી ઠાકોર નામના શખ્સે ઓફિસમાંથી ₹10,000 રોકડની ચોરી કરી હતી અને ₹21,700નું નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, તેણે એક કારના કાચ પણ તોડ્યા હતા. વકીલ દિલીપકુમાર છોટાલાલ રાવલ તેમના પુત્રની સારવાર માટે પાટણ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈ શખ્સ તેમની ઓફિસનું શટર તોડી રહ્યો છે. પાડોશીએ મોકલેલા વીડિયોમાં આરોપી મહેશકુમાર ઠાકોર હોવાની ઓળખ થઈ હતી. આરોપી મહેશકુમાર ઠાકોરે લોખંડની ટામી વડે ઓફિસના શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેણે એલ્યુમિનિયમ સેક્શનની બારી અને દરવાજાના કાચ તોડી આશરે ₹21,700નું નુકસાન કર્યું હતું. ઓફિસમાં રાખેલી બેગમાંથી ભરણપોષણ પેટેના ₹10,000ની ચોરી પણ કરી હતી. આરોપીને રોકવાનો પ્રયાસ કરનાર વકીલના મિત્રને તેણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપીએ સર્કલ પાસે પડેલી શૈલેષકુમાર જાદવની સ્વિફ્ટ ગાડી (નંબર GJ-24-AU-0579) નો કાચ ક્રિકેટ બેટથી તોડી ₹2,500નું નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટના અંગે દિલીપકુમાર રાવલની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે આરોપી મહેશકુમાર ઠાકોર વિરુદ્ધ B.N.S.S.ની વિવિધ કલમો તેમજ જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીવાજી બબાજી ઠાકોર આ મામલે તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ભાજપ કાર્યાલયે ટિકિટવાંછુઓની ભીડ:કોંગ્રેસ અને AAP કાર્યાલયો ખાલીખમ હોવાનો સાંસદ ધવલ પટેલનો દાવો
    Next Article
    પાંડેસરામાં ગેસ સિલિન્ડર લેવા લોકોની લાંબી કતારો:5 કિલોના બાટલાનો ભાવ 1500 પર પહોંચ્યાનો આક્ષેપ, એજન્સીઓ માત્ર ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા લોકોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment