Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ:પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા મોટી સંખ્યામાં દાવેદારોએ દાવેદારી નોંધાવી

    4 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં જિલ્લા પંચાયતની 40 બેઠક, 10 તાલુકા પંચાયતની 210 બેઠક અને 3 નગરપાલિકાની 96 બેઠક પરથી ચૂંટણી લડવા માટે બે દિવસ જિલ્લા ભાજપ કાર્યાલય અને પાલીતાણા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બે દિવસ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી થશે. ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે. બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ, પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષક દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. બે દિવસ દરમિયાન ઈચ્છુક કાર્યકર્તાઓએ નિરીક્ષકો પાસે પોતાના પરિચય સાથે દાવેદારી રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીઓ જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ:હિંમતનગરના વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસમાં બોર્ડ લગાવી દેવાયા
    Next Article
    Iran War Updates LIVE | અમેરિકાનો મહાવિસ્ફોટ, પરમાણુ હુમલાની તૈયારી શરૂ? | USA | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment