Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજવા પર ભાર

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર ભટ્ટે આચાર સંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણીને નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન અત્યંત જરૂરી છે. બેઠકમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવા-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. મતદારયાદીની ચકાસણી, મતદારયાદી પરથી માર્ક કોપી ચીવટપૂર્વક તૈયાર કરવાની કામગીરીનું સંકલન, દેખરેખ અને નિયંત્રણ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. ઇવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી પર વિશેષ ધ્યાન આપવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા, ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઇ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા અને ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવી, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ અપાઈ હતી. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અંગેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અને ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી તથા તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડ શહેર પોલીસ મથકને નવા PI મળ્યા:PI આર.એચ. વાળાએ હનુમાન જયંતીના પાવન પર્વે ચાર્જ સંભાળ્યો
    Next Article
    મોપેડ સવાર ત્રિપુટીએ વેપારીને ચાકુ બતાવી 3.50 લાખ લૂંટ્યા:એક્ટિવા પર પગ મૂકી ચાવી કાઢી, ડેકીમાંથી પૈસા અને મોબાઈલ લઈને ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment