Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાલપરાથી મીઠાપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં:સ્થાનિકોને ભારે હાલાકી, પૂર્વ તા.પં. સભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, રસ્તાના સમારકામની માગ

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ બાયપાસ નેશનલ હાઇવે નીચે ભાલપરાથી મીઠાપુર ગામ સુધીનો આશરે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ વેરાવળ શહેરને આસપાસના ગામડાઓ સાથે જોડે છે. અહીં કનકાઈ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું હોવાથી ભક્તો અને સ્થાનિકોની અવરજવર સતત રહે છે. ઉપરાંત, આસપાસના મોટા વાડી વિસ્તારને કારણે કૃષિ સંબંધિત વાહનોનો ટ્રાફિક પણ નોંધપાત્ર રહે છે. માર્ગની ખરાબ હાલત વાહનચાલકો માટે રોજિંદી મુશ્કેલીઓ ઊભી કરે છે. રસ્તા પરના ખાડા અને અસમાન સપાટીને કારણે સમયનો વ્યય થાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે. વરસાદની મોસમમાં આ સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને, વેરાવળ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વાલજી બામણીયાએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ અથવા પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે. સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે, તંત્ર આ માર્ગના સુધારણા માટે તાત્કાલિક પગલાં ભરે. આનાથી લોકોની રોજિંદી અવરજવર સરળ બનશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    બ્રિજ નિર્માણથી 31 જંક્શનો પર થતા ટ્રાફિક જામનો આવશે અંત:દેસાઈનગરથી વરતેજ સુધીના 4.75 કિ.મી. લાંબા બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી - મંત્રી જીતુ વાઘાણી
    Next Article
    MSUની ટીમે નેશનલ પ્લેટફોર્મ પર ગજવ્યું મેદાન:બેંગલુરુમાં આયોજિત HPCL આઈડિએશન કોન્ટેસ્ટમાં રસાયણશાસ્ત્ર વિભાગે દ્વિતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment