Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUની ટીમે નેશનલ પ્લેટફોર્મ પર ગજવ્યું મેદાન:બેંગલુરુમાં આયોજિત HPCL આઈડિએશન કોન્ટેસ્ટમાં રસાયણશાસ્ત્ર વિભાગે દ્વિતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

    4 days ago

    વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ચમકી છે. ફેકલ્ટી ઓફ સાયન્સના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રોફેસર (ડૉ.) અંજલી પટેલ અને તેમની ટીમે બેંગલુરુ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘ન્યુ જનરેશન આઈડિએશન કોન્ટેસ્ટ-2025’માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. કઠિન સ્પર્ધા અને ટીમની સિદ્ધિ હિંદુસ્તાન પેટ્રોલિયમ ગ્રીન RD સેન્ટર (HPCL) દ્વારા 2009થી આયોજિત આ સ્પર્ધામાં ભારતભરમાંથી 400થી વધુ પ્રપોઝલ્સ આવ્યા હતા. અનેક તબક્કાની ચકાસણી બાદ માત્ર 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા. પ્રોફેસર (ડૉ.) અંજલી પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. માર્ગી જોષી અને કવન ચૌહાણની ટીમે પીએચ.ડી. અને પોસ્ટ-ડૉક્ટરલ કેટેગરીમાં આ સફળતા મેળવી છે. સંશોધનનો વિષય: ભારતનો નેટ ઝીરો ગોલ ટીમ દ્વારા “મોડીફાઈડ ઝીઓલાઇટ એસ હેટરોજીનીયસ કેટલીસ્ટ્સ ફોર બાયોમાસ વેલોરાયજેસન: અ રોડમેપ ટાવર્ડ્સ ઇન્ડિયાસ નેટ ઝીરો ગોલ્સ” વિષય પર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સંશોધનનો મુખ્ય હેતુ ઉપલબ્ધ બાયોમાસને મૂલ્યવર્ધિત રસાયણોમાં રૂપાંતરિત કરવાનો છે, જે ભારતને 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદરૂપ થશે. સતત સંશોધન અને સહકાર ઓક્ટોબર 2025માં મંગાવવામાં આવેલી અરજીઓ બાદ વિવિધ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમે આ સ્થાન હાંસલ કર્યું છે. આ સંશોધન કાર્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)નો સહયોગ અત્યંત મહત્વનો રહ્યો છે. ગ્રીન કેમિસ્ટ્રી અને સસ્ટેનેબલ ટેકનોલોજી ક્ષેત્રે આ સંશોધન ભવિષ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે માર્ગદર્શક સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ભાલપરાથી મીઠાપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં:સ્થાનિકોને ભારે હાલાકી, પૂર્વ તા.પં. સભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, રસ્તાના સમારકામની માગ
    Next Article
    Siddharth Anand, Karan Johar And Others Gush Over Ramayana Teaser: "Ranbir Has Nailed It As Lord Rama"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment