Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજ નિર્માણથી 31 જંક્શનો પર થતા ટ્રાફિક જામનો આવશે અંત:દેસાઈનગરથી વરતેજ સુધીના 4.75 કિ.મી. લાંબા બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી - મંત્રી જીતુ વાઘાણી

    4 days ago

    રૂ.533 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ 4 લેન બ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બનશે ભાવનગર શહેરના વિકાસની ગતિને વેગ આપવા અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે મંત્રીની વ્યક્તિગત રજૂઆત અને જનહિતના કાર્યની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગરના ગૌરવપથ પર દેસાઈનગરથી વરતેજ સુધીના આશરે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતા વિશાળ ફ્લાઈઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, દેસાઈનગરથી વરતેજ સુધીનો આ 4 લેન બ્રિજ આશરે રૂ.533 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેમાં નારી ચોકડી ખાતે 160 મીટર સ્પાન ધરાવતો ડબલ હાઈટ કેબલ સ્ટ્રેઇડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે, આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો આઇકોનિક બ્રિજ બનશે, ભાવનગરમાં દેસાઈનગરથી વરતેજ સુધીના માર્ગ પર રહેણાંક વિસ્તારો અને GIDCના અંદાજે 31 જેટલા જંક્શનો આવે છે, જ્યાં સતત ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય રહેતો હતો. હવે આ બ્રિજ બનતા ઉપરોક્ત તમામ જંક્શનો પરથી વાહનો કોઈપણ અવરોધ વગર પસાર થઈ શકશે. આ માર્ગ પર GIDC ઉપરાંત મહુવા, તળાજા, ઘોઘા અને હજીરા ફેરી સર્વિસ માટે ભારે વાહનો, ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટની સતત અવરજવર રહે છે આ બ્રિજ બનવાથી આ ઉદ્યોગોને પણ વેગ મળશે, તદુપરાંત નારી ચોકડીથી એન્ટર થઈને RTO સુધી સીધા ટ્રાવેલ કરતા વાહનો હવે વરતેજથી જ બ્રિજ પર ચડી શકશે, જેથી સ્થાનિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે, આ પ્રોજેક્ટને મંજૂરી મળતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માર્ગ ભાવનગરના વિકાસ દ્વાર સમાન છે, જ્યાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ભારણ વધી રહ્યું હતું, ભાવનગરવાસીઓની લાગણીને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને આ બાબતે હકારાત્મક વિચારણા કરવા રજૂઆત કરી હતી, જેને હકારાત્મક વાચા આપીને બ્રિજના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ભાવનગર શહેરને પણ રાજ્યના અને દેશના અન્ય મહાનગરોની સમકક્ષ વિકસાવવા માટે અગાઉ મંત્રી જીતુ વાઘાણીએ સંકલ્પ કર્યો હતો, જ્યાં, પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, ગટર વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પહોળા અને ગુણવત્તાયુક્ત રોડ, ઓવરહેડ ટેન્ક તેમજ સ્વચ્છતા જેવી તમામ બાબતોએ અન્ય મહાનગરોની બરાબર જ વિકાસ પામે. આજે મંત્રી જીતુભાઈના પ્રયત્નોથી તેમનો આ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ ભાવનગરમાં નિર્માણ પામી રહ્યો છે, આ ફ્લાઈઓવર બ્રિજના નિર્માણથી ભાવનગર પશ્ચિમ વિસ્તારના વિકાસને નવી પાંખો મળશે અને લાખો વાહનચાલકોને દરરોજની હાડમારીમાંથી મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    વનિતાબેન પટેલ અરવલ્લી રેડક્રોસ સોસાયટીના ચેરમેન બન્યા:મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સર્વાનુમતે વરણી
    Next Article
    ભાલપરાથી મીઠાપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં:સ્થાનિકોને ભારે હાલાકી, પૂર્વ તા.પં. સભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, રસ્તાના સમારકામની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment