Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદ્મશ્રી અરવિંદ વૈદ્યનું સન્માન કરાયું:નાટ્ય સંપદા સંસ્થાએ અમદાવાદમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો

    4 days ago

    પદ્મશ્રી અરવિંદ વૈદ્યનું અમદાવાદમાં નાટ્ય સંપદા સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું. તાજેતરમાં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી માટે ૩૧ માર્ચના રોજ એલિસબ્રિજ જિમખાના ક્લબ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ વૈદ્ય નેવુંના દાયકામાં “ભલા ભૂસા ના ભેદ ભરમ”ના લોકપ્રિય ‘ભલા કાકા’ તરીકે ઘરેઘરે જાણીતા બન્યા હતા. “સારાભાઈ વર્સેસ સારાભાઈ”, “અનુપમા” અને “ખીચડી” જેવી લોકપ્રિય ટેલિવિઝન સિરિયલો દ્વારા તેઓ સમગ્ર દેશમાં લોકપ્રિય કલાકાર બન્યા છે. તેમની કલાત્મક યાત્રાની શરૂઆત અમદાવાદની નાટ્ય સંપદા સંસ્થા સાથે થઈ હતી. અહીં અરવિંદ વૈદ્ય અને એ. એ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ નેવુંના દાયકામાં સ્વચ્છ અને મનોરંજક નાટકોની અનોખી પરંપરા સર્જાઈ. નાટ્ય અગ્રણી કાંતિ મડિયાની પ્રેરણાથી મુંબઈમાં શરૂ થયેલી નાટ્ય સંપદા સંસ્થાને તેમણે અમદાવાદમાં સતત 15 વર્ષ સુધી જીવંત રાખી. તેમણે “અમે બરફ ના પંખી”, “નોખી માટી ને નોખા માનવી” અને “અમે તમે ને રતનિયો” જેવા અનેક નાટકોમાં અભિનય સાથે દિગ્દર્શન કરીને અમૂલ્ય યોગદાન આપ્યું. અરવિંદ વૈદ્યને પદ્મશ્રી પુરસ્કાર મળવો એ સમગ્ર નાટ્ય સંપદા પરિવાર અને નાટ્ય જગત માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે. આ કાર્યક્રમમાં મીનળ મન્સૂરી, ડાયના રાવલ, મૈત્રેયી મહેતા, હિમાંશુ પાઠક અને સમગ્ર નાટ્ય સંપદા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહાવીર જન્મકલ્યાણમાં 1500 જરૂરિયાતમંદોને સંપૂર્ણ ભોજન કરાવાયું:ચુરમાના લાડુ, ફૂલવડી સહિત દાળ-ભાત, શાક-રોટલીનું વિતરણ
    Next Article
    બેભાન કરવા વપરાતા ‘ટર્મિન’ ઇન્જેક્શનની ચોરી:સનરાઈઝ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી અજાણ્યા શખસે ફ્રીજમાંથી 24 હજારના કિંમતના 12 ઇન્જેક્શન ચોરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment