Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસનગરમાં રાષ્ટ્રીય વોકિંગ ડે પર જાગૃતિ રેલી:લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા અપાઈ

    4 days ago

    વિસનગર, 1 એપ્રિલ, 2026: રાષ્ટ્રીય વોકિંગ ડે નિમિત્તે ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા દ્વારા આરોગ્ય જાગૃતિ માટે એક વોકિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પરિષદના સભ્યો અને પ્રમુખે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી વિસનગર રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને કમાણા ચોકડી સુધી પગપાળા યોજાઈ હતી. રેલી દરમિયાન "ચાલો સ્વસ્થ રહીએ" અને "દરરોજ ચાલીએ – રોગોથી દૂર રહીએ" જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો. પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં નિયમિત ચાલવું એ સારા સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે, તમામ સભ્યોને નિયમિત વોકિંગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ રેલીમાં નવા વરાયેલા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, મંત્રી આનંદભાઈ કોઠારી, ખજાનચી રીતેશ મોદી, ટ્રસ્ટ પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ટ્રસ્ટી કમલેશભાઈ સોની, ટ્રસ્ટી ડૉ. નિખિલ ઠક્કર, મહિલા સંયોજીકા રશ્મીબેન ગુપ્તા, વૈશાલીબેન કોઠારી, દિપીકાબેન મોદી, હંસાબેન પરમાર, મહેશજી પરમાર, પુનિત બારોટ, ચેતન સોની, ડૉ. પિયુષ પંડ્યા, અમર શાહ, ભરતભાઈ એલ.આઈ.સી., પ્રકાશભાઈ ગુપ્તા, પ્રકાશભાઈ મેવાડા, અને ભરતભાઈ દરજી સહિત અનેક સભ્યોએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    રોજગાર ન મળતાં ટ્રક આડે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, CCTV:વડોદરામાં વસવાટ કરતો નેપાળી યુવાન 5 દિવસથી રાજકોટ કામધંધાની શોધમાં આવ્યો'તો; મોરબી હાઈવે પર યુવકનો આપઘાત
    Next Article
    મહાવીર જન્મકલ્યાણમાં 1500 જરૂરિયાતમંદોને સંપૂર્ણ ભોજન કરાવાયું:ચુરમાના લાડુ, ફૂલવડી સહિત દાળ-ભાત, શાક-રોટલીનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment