Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં હનુમાન જયંતિ, બાલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ:વિશેષ મહત્વ, વહેલી સવારથી દર્શનાર્થીઓની કતારો

    4 days ago

    જામનગરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ધ્વજારોહણ અને મહાઆરતી સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વર્ષે શનિવાર અને હનુમાન જયંતિનો વિશેષ સંયોગ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અન્ય પ્રસિદ્ધ મંદિરો જેવા કે ચૈતન્ય હનુમાન, સૂર્યમુખી હનુમાન, હઠીલા હનુમાન, દાંડિયા હનુમાન, કષ્ટભંજન દેવ અને બળિયા હનુમાન મંદિરોમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં વિશિષ્ટ આરતી, બટુક ભોજન, દીપમાળા અને અન્નકૂટ દર્શન જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભક્તો ભગવાન હનુમાનજીને તેલ, અડદ અને આંકડાની માળા અર્પણ કરી રહ્યા છે. કેળા, લાડુ અને પેંડા જેવા પ્રસાદ ધરાવી પૂજા-અર્ચના કરી રહ્યા છે. સાંજે મહાઆરતી, બટુક ભોજન અને મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર હાલાર પંથકમાં હનુમાન જયંતિની આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    બેફામ AMTSએ બળદગાડાને ઉડાવ્યું, CCTV:રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી, ચાલક ફરાર; વૃદ્ધ અને બળદ ઈજાગ્રસ્ત
    Next Article
    બોટાદના કાનીયાડ ગામે વાડીમાંથી નવજાત શિશુ મળ્યું:પોલીસે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment