Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ AMTSએ બળદગાડાને ઉડાવ્યું, CCTV:રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી, ચાલક ફરાર; વૃદ્ધ અને બળદ ઈજાગ્રસ્ત

    4 days ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરી ઘટના બાદ વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને એએમટીએસ બસમાં ભારે તોડફોડ કરી હતી. લોકોના રોષને જોતા બસચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, બસચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને બસચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના તિથલ કિનારે મૃતદેહ મળ્યો:સુરતના રત્ન કલાકારની ઓળખ, રહસ્યમય મોતની તપાસ
    Next Article
    જામનગરમાં હનુમાન જયંતિ, બાલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ:વિશેષ મહત્વ, વહેલી સવારથી દર્શનાર્થીઓની કતારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment