Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના તિથલ કિનારે મૃતદેહ મળ્યો:સુરતના રત્ન કલાકારની ઓળખ, રહસ્યમય મોતની તપાસ

    5 days ago

    વલસાડના તિથલ દરિયા કિનારે પથ્થરોમાં ફસાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ સુરતના 46 વર્ષીય રત્ન કલાકાર ભરતભાઈ હરજીભાઈ પટેલ તરીકે થઈ છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને ઘટનાસ્થળેથી મૃતદેહ નજીક એક કાળા રંગની ટિફિન બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતા તેમાંથી આધાર કાર્ડની ઝેરોક્ષ અને સુરતથી વલસાડ આવવાની ટ્રેન ટિકિટ મળી હતી. આ દસ્તાવેજોના આધારે પોલીસે મૃતકની ઓળખ સુરતના ભોલા નગર, લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ પટેલ તરીકે કરી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ભરતભાઈ પટેલ સુરતમાં હીરા ઘસવાનો વ્યવસાય કરતા હતા. તેમના પત્ની સાવિત્રીબેને પોલીસને જણાવ્યું કે ભરતભાઈ ગઈકાલે વહેલી સવારે કામ પર જવા નીકળ્યા હતા, પરંતુ ત્યારથી તેઓ ઘરે પરત ફર્યા ન હતા. પરિવારે પોલીસને જણાવ્યું કે ભરતભાઈ ડુંગરી ખાતે રહેતા સંબંધીઓના ઘરે ઓછી અવરજવર કરતા હતા. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોવાથી, ગઈકાલે મંદિરે દર્શન કરવા આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વલસાડ સિટી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલે મૃતદેહને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃત્યુનું કારણ હજુ અસ્પષ્ટ છે; આ હત્યા છે કે દુર્ઘટના, તે અંગે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:કલેક્ટરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકો જાહેર કરી
    Next Article
    બેફામ AMTSએ બળદગાડાને ઉડાવ્યું, CCTV:રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી, ચાલક ફરાર; વૃદ્ધ અને બળદ ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment