Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી:મારૂતિ યાગ, સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાયા, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    4 days ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં હનુમાન જયંતિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ મંદિરો અને સંગઠનો દ્વારા હવન, સુંદરકાંડ, મારૂતિ યાગ અને ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર, છબીલા હનુમાન અને મંગલસિદ્ધ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો. સિદ્ધપુરના પસુવાદળની પોળમાં આવેલા ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર (અખાડો) ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે અશ્વિનભાઈ જોષી દ્વારા 'માં બાપ ને ભૂલશો નહીં' કાર્યક્રમ અને બીજા દિવસે શાસ્ત્રી કપિલભાઈ દવે દ્વારા સુંદરકાંડના પાઠનું પઠન કરાયું હતું. હનુમાન જયંતિના મુખ્ય દિવસે, 02-04-2026ના રોજ, ખાસ હવનનું આયોજન થયું હતું, જેની પૂર્ણાહુતિ સાંજે 5:15 કલાકે થઈ હતી. ત્યારબાદ સાંજે 7:00 કલાકે ભોજન પ્રસાદ (ભંડારા) યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્થળે છેલ્લા 18 વર્ષથી દર શનિવારે રાત્રે 9:00 થી 10:00 કલાક દરમિયાન નિયમિત રામ ધૂનનું આયોજન થાય છે. શહેરની જૂની વહોરવાડમાં નવા ટાવર પાસે આવેલા છબીલા હનુમાન મંદિરે બલવીર ગ્રુપ દ્વારા ભવ્ય મારૂતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોની પરંપરા મુજબ, ગુરુવારના રોજ યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ મારૂતિ યાગમાં આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત, સિદ્ધેશ્વરી સોસાયટીના નાકે આવેલા મંગલસિદ્ધ હનુમાન મંદિરે પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારૂતિ યાગનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક રહીશો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આમ, હનુમાન જન્મોત્સવના અવસરે સમગ્ર સિદ્ધપુર શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના હરસિધ્ધિ મંદિરે ચૈત્રી પૂનમે નવચંડી હવન:યજમાનોએ પૂજન અર્ચન સાથે હવનનો લાભ લીધો
    Next Article
    જામનગર મનપા ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:16 વોર્ડની 64 બેઠકો માટે દાવેદારોનો ભારે ધસારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment