Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મનપા ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:16 વોર્ડની 64 બેઠકો માટે દાવેદારોનો ભારે ધસારો

    4 days ago

    જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં 16 વોર્ડની 64 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની 'સેન્સ' પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આ પ્રક્રિયા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય પરથી 16 વોર્ડ માટે કુલ 1575 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે આ તમામ દાવેદારોને પ્રદેશ નિરીક્ષકો દ્વારા 'વન-ટુ-વન' સાંભળવામાં આવી રહ્યા છે. વ્યવસ્થા જાળવવાના હેતુથી દાવેદારોને સાંભળવા માટે બે અલગ-અલગ ટીમો અને સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. વોર્ડ 1 થી 8 માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે ધારાસભ્ય કેશવલાલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ અને તેજલબેન નાયીની ટીમ સુનાવણી કરી રહી છે. જ્યારે વોર્ડ 9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, નૌકાબેન પ્રજાપતિ અને પૂર્વ મેયર ગૌતમભાઈ શાહની ટીમ દાવેદારોને સાંભળી રહી છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ આ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને લોકશાહી ઢબે પોતાની દાવેદારી રજૂ કરવાનું ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે. પક્ષ યુવા રક્ત અને અનુભવી નેતાઓનું સંતુલિત મિશ્રણ જોવા મળે તેવી વિચારણા ધરાવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર પ્રમુખ બીનાબેન કોઠારી સહિત શહેર સંગઠનની આખી ટીમ વ્યવસ્થા જાળવી રહી છે. શિસ્તબદ્ધ રીતે ચાલી રહેલી આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી:મારૂતિ યાગ, સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાયા, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
    Next Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:કલેક્ટરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકો જાહેર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment