Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળીયાદમાં ભાગવત કથા પ્રસંગે પુરાણી અને આયોજકનું સન્માન:બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ રજવાડી સાફા-તલવારથી સન્માન કર્યું

    2 days ago

    બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં રાજવી પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાન જયંતિના પાવન દિવસે બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કથાના પુરાણીજી, આયોજક ખાચર પ્રતાપભાઈ (પાર્ટી) અને ભાણુભા કુલદીપભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સામતભાઈ જેબલીયાએ પુરાણીજી, ખાચર પ્રતાપભાઈ અને ભાણુભા કુલદીપભાઈને રજવાડી સાફા બાંધી, સાફામાં કલંગી લગાડી અને શક્તિ સ્વરૂપે રજવાડી તલવારો અર્પણ કરીને તેમનું રજવાડી ઠાઠથી સન્માન કર્યું હતું. આ સપ્તાહ કથાનું આયોજન પાળીયાદ રાજવી પરિવારના ખાચર પ્રતાપભાઈ (પાર્ટી) દ્વારા પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું. સન્માન કરનાર સામતભાઈ જેબલીયા બોટાદમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે અને અનેક સામાજિક, ધાર્મિક તથા રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ શુભ અવસર પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    1400 કિલો પનીરનો રિપોર્ટ ફેલ, પામોલીન તેલ-ઇન્ડસ્ટ્રીયલ એસિડ મળ્યા:કિડની ફેલ કરી શકે તેવું 400 કિલો નકલી પનીર દરરોજ સુરતીઓ સુધી પહોંચતું; બે વર્ષથી નેટવર્ક સક્રિય હતું
    Next Article
    મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોની લાઈન લાગી:1 થી 6 વોર્ડની સેન્સમાં 450થી વધુ દાવેદારો સામે આવ્યા, 7 થી 13 વોર્ડની આવતીકાલે લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment