Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોની લાઈન લાગી:1 થી 6 વોર્ડની સેન્સમાં 450થી વધુ દાવેદારો સામે આવ્યા, 7 થી 13 વોર્ડની આવતીકાલે લેવાશે

    2 days ago

    મહેસાણા મહાનગરરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર 1 થી 6 માટે 450થી વધુ દાવેદારો સામે આવ્યા છે. જ્યારે બાકી રહેલા 7 થી 13 વોર્ડની આવતીકાલે સેન્સ લેવામાં આવશે. 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા કવાયત મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની ૫૨ બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે.ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેના પરિણામે અત્યાર સુધીમાં 450 થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના નિરીક્ષકો દ્વારા આજે પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 6 ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતો લેવામાં આવી હતી. બાકી રહેલા વોર્ડ નંબર 7 થી 13 ના દાવેદારો માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને યાદી સોંપાશે આ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય જીજ્ઞાબેન પંડ્યાનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો દરેક વોર્ડના દાવેદારો સાથે રૂબરૂ મુલાકાત કરી સ્થાનિક સમીકરણો અને ઉમેદવારની ક્ષમતા ચકાસી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાળીયાદમાં ભાગવત કથા પ્રસંગે પુરાણી અને આયોજકનું સન્માન:બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ રજવાડી સાફા-તલવારથી સન્માન કર્યું
    Next Article
    Gujarat Rain LIVE | ગુજરાતમાં માવઠાનો ધોધમાર વરસાદ શરૂ | Weather Forecast | Saurashtra | Farmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment