Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1400 કિલો પનીરનો રિપોર્ટ ફેલ, પામોલીન તેલ-ઇન્ડસ્ટ્રીયલ એસિડ મળ્યા:કિડની ફેલ કરી શકે તેવું 400 કિલો નકલી પનીર દરરોજ સુરતીઓ સુધી પહોંચતું; બે વર્ષથી નેટવર્ક સક્રિય હતું

    4 days ago

    સુરતના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઈલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. મિલ્ક ફેટની જગ્યાએ પામોલીન ઓઈલ વધુ પ્રમાણમાં વપરાતું સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી. કે. ઠાકરના જણાવ્યા અનુસાર, 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના બદલે બીટા-સિટોસ્ટેરોલ એટલે કે 'વેજીટેબલ ઓઈલ' (પામોલીન તેલ) મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ બાદ હવે તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી બીમારીઓ થઈ શકે SOGની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે આ પનીર બનાવવા માટે 'ફૂડ ગ્રેડ' એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલ યુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. પરપ્રાંતનું લાયસન્સ બતાવીને તંત્રને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતો આરોપી મહેશ શર્માની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસે FSSAI લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આ લાયસન્સની આડમાં તે સુરતના પાંડેસરામાં ગેરકાયદે ફેક્ટરી ધમધમાવતો હતો. કાયદા મુજબ જે સ્થળે ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે, પરંતુ તપાસ ટાળવા માટે તે પરપ્રાંતનું લાયસન્સ બતાવીને તંત્રને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. પામોલીન તેલના મિશ્રણને તૈયાર કરી પનીર જેવો આકાર અપાતો આ પકડાયેલું પનીર વાસ્તવમાં 'એનાલોગ પનીર' હતું. તે શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ પામોલીન તેલ, પાવડર (મિલ્ક સોલિડ) અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવતું હતું. મશીનરીની મદદથી આ મિશ્રણને ઘટ્ટ બનાવી તેને પનીર જેવો આકાર અને ટેક્સચર આપવામાં આવતું હતું. બજારમાં આ પનીર અસલ પનીર જેવું જ દેખાતું હોવાથી સામાન્ય નાગરિકો છેતરાઈ રહ્યા હતા. ટોળકી માત્ર 180થી 220 રૂપિયામાં પનીર વેચતી બજારમાં શુદ્ધ પનીરની કિંમત 400 થી 450 રૂપિયાની આસપાસ હોય છે. નિષ્ણાતોના મતે, જો 1 લિટર દૂધનો ભાવ 57 રૂપિયા હોય, તો 1 કિલો પનીર બનાવવા માટે અંદાજે 6થી 7 લિટર દૂધની જરૂર પડે. જેની પડતર કિંમત જ 380 રૂપિયાથી વધુ થાય છે. આમ છતાં, આ ટોળકી માત્ર 180થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી. આટલા સસ્તા ભાવે પનીર મળવું એ જ તેની નકલી હોવાની સૌથી મોટી સાબિતી છે. આરોપી 2 વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં નેટવર્ક ચલાવતો SOGએ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 28 લાખ રૂપિયાથી વધુની કિંમતની હાઈટેક મશીનરી જપ્ત કરી છે. આરોપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આ નેટવર્ક ચલાવતો હતો. અગાઉ ગણેશનગરમાં અને હવે પાંડેસરામાં તેણે મોટો પ્લાન્ટ નાખ્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર બનાવીને સુરતની નાની ડેરીઓ અને લારી-ગલ્લાઓ પર સપ્લાય કરવામાં આવતું હતું. હજારો કિલો ઝેરી પનીર સુરતીઓ આરોગી ચૂક્યા ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા મુજબ, આ નેટવર્ક છેલ્લા બે વર્ષથી સક્રિય હોવાથી અત્યાર સુધીમાં હજારો કિલો ઝેરી પનીર સુરતીઓ આરોગી ચૂક્યા છે. ખાસ કરીને પનીર ભૂર્જી અને પનીર ટીક્કા જેવી વાનગીઓ પીરસતી હોટલોમાં આ સસ્તું પનીર સપ્લાય થતું હતું. સુરત મહાનગરપાલિકા હવે આ પનીર ખરીદનાર ડેરીઓ અને હોટલો સામે પણ તપાસનો સકંજો કસશે.
    Click here to Read More
    Previous Article
    15 પશુને મોતના મુખમાંથી બચાવાયા:નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજ પાસેથી કતલખાને જતી ટ્રક ઝડપાઈ, ડ્રાઈવર-ક્લીનરની ધરપકડ
    Next Article
    પાળીયાદમાં ભાગવત કથા પ્રસંગે પુરાણી અને આયોજકનું સન્માન:બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ રજવાડી સાફા-તલવારથી સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment