Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:મંદિરોમાં મારૂતિ યજ્ઞ, છપ્પન ભોગ અને સુંદરકાંડના પાઠ યોજાયા

    4 days ago

    પાટણ શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મારૂતિ યજ્ઞ, સુંદરકાંડ, છપ્પનભોગનો અન્નકૂટ અને સુંદર આંગી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના સુભગ સમન્વયે પાટણના અઘોરી બાવાના અખાડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરમાં વિશેષ ઉજવણી કરાઈ રહી છે.અહીં હનુમાન દાદાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પંચમુખી દાદા અને પૂજ્ય નર્મદાગીરી બાપુને સુંદર ફૂલોની આંગી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં સવારથી જ સુંદરકાંડનું આયોજન થયું હતું, જેમાં અમિતાબેન નાયક અને અન્ય કલાકારોએ સંગીતની સુરાવલીઓ સાથે સુંદરકાંડનું પઠન ચાલી રહી છે મોટી સંખ્યામાં ભક્તોએ પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી સુંદરકાંડના પાઠનો લાભ લઈ રહ્યા છે શહેરના અન્ય મંદિરો જેવા કે રંગીલા હનુમાન, ભીડભંજન હનુમાન, છબીલા હનુમાન, બળીયા હનુમાન, કલ્યાણ મારૂતિ હનુમાન, બાલા હનુમાન અને ગુણવંતા હનુમાન સહિતના સ્થળોએ પણ મારૂતિ યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યો છે. આ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વી.કે. ભૂલા સામે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરમાં ગુરુવારે સવારે દાદાની વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. મંદિર પરિવારે દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ વ્યવસ્થા કરી હતી. બપોરે 4 કલાકે મંદિર પરિસરેથી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે બગવાડા દરવાજા, હિંગળાચાચર, જુનાગંજ બજાર અને સુભાષચોક જેવા શહેરના રાજમાર્ગો પર ભ્રમણ કરી પરત મંદિરે પહોંચી હતી. રાત્રે 8 વાગ્યે સુંદરકાંડ પાઠનું જાહેર આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જન્મોત્સવના આ પાવન અવસરે પાટણના રામભક્તો અને શ્રદ્ધાળુઓએ દિવસ દરમિયાન દર્શન અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    દારૂના દૂષણે 100થી વધુ યુવાનોના જીવ લીધા:નાગસેન નગરમાં ગલીએ ગલીએ ગંદકીને ઘરે ઘરે માતમ, નેતાઓ સામે જનતાનો આક્રોશ:'આ વખતે વોટ નહીં મળે!'
    Next Article
    નવસારીના વિરવાડી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી:500 વર્ષ જૂના મંદિરનો રોચક ઇતિહાસ અને ભક્તોની આસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment