Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંગુની ઉતરમની ઉજવણી કરાઈ:તમિલ સમાજે પંગુની ઉત્તિરમ પર્વે ભગવાન કાર્તિકેયના લગ્ન યોજ્યા

    9 hours ago

    વડોદરામાં તમિલ સમાજ દ્વારા મંગળવારે પંગુની ઉત્તિરમ પર્વની ઉજવણી કરાઈ હતી. મંગળવારે 56મી પંગુની ઉત્તિરમ કાવડ યાત્રાનું આયોજન ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. મંગળવારે સાંજે ભગવાન કાર્તિકેયના લગ્નનું પણ આયોજન કરાયું હતું. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 55 વર્ષથી આ યાત્રાનું આયોજન કરાય છે. આ પ્રસંગે નાદસ્વરમ અને ચેંડા મેલમ (દક્ષિણ ભારત અને કેરળના પરંપરાગત વાદ્યો)ની મધુર ધૂન વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા સવારે 6:30 વાગ્યે સુરસાગર તળાવથી શરૂ થઈને સ્ટેશન રોડ પર આવેલા શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર સુધી પહોંચી હતી. મંદિરમાં ભગવાનનો દૂધથી અભિષેક કરાયો હતો. મહારાણી લક્ષ્મી સાથે તમિલ લોકો વડોદરા આવ્યા હતા વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા લગભગ 100 વર્ષ પહેલા રેલવે સ્ટેશન પાસે તમિલ સમાજને અપાયેલી જમીન પર સ્થાપિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર આજે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પ્રથમ પત્ની લક્ષ્મીબાઈ હતા. તેઓ દક્ષિણ ભારતના તાંજોર વિસ્તારમાં ઉછર્યા હતા. તેમના લગ્ન સમયે તેમની સાથે ઘણા તમિલ લોકોને વડોદરા લઈને આવ્યા હતા. જે બાદ વડોદરામાં તમિલ લોકો સ્થાયી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડ ઓટિઝમ ડે:‘બાળક માગે તે આપવું, કંઇ અડવા ન દેવું, રમવા ન મોકલવું’ ઓટિઝમ થવાનું કારણ
    Next Article
    500 વર્ષ જૂનું અલૌકિક હનુમાન મંદિર:ખાડો ખોદતાં ધન મળ્યું, ફરી કાળી ચૌદશે ખાડામાંથી હનુમાનજીની મૂર્તિ મળી, રોકડનાથ તરીકે ઓળખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment