Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્લ્ડ ઓટિઝમ ડે:‘બાળક માગે તે આપવું, કંઇ અડવા ન દેવું, રમવા ન મોકલવું’ ઓટિઝમ થવાનું કારણ

    8 hours ago

    આજે વર્લ્ડ ઓટિઝમ દિવસ છે. જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. જો કે શહેરમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતાં બાળકોની સંખ્યા વધી છે. કોરોના બાદ આ વધારો થયો છે. એક અંદાજ મુજબ શહેર આસપાસમાં 3500થી વધુ બાળકોને ઓટિઝમ છે. ઓટિઝમ રોગ નથી, મગજના વિકાસની સ્થિતિ છે. જેનું નિદાન બાળકના જન્મના 18 મહિનાથી 3 વર્ષ વચ્ચે થાય છે. ઓટિઝમ વિશે પીડિયાટ્રિક થેરાપિસ્ટ ડૉ.પ્રાપ્તી પંડ્યાએ જણાવ્યું કે, માતા-પિતા બાળકોની વધારે પડતી કાળજી લે તે ઓટિઝમનું કારણ છે. બાળક બોલે તે પહેલાં તેની સામે વસ્તુ મૂકી દેવાય, બહાર રમવા ન મોકલાય તો બીજાં બાળકોના સંપર્કમાં નથી આવતાં. બાળકને કંઇ અડવા દેતાં નથી જેથી સેન્સરીની તકલીફ થાય છે. નોકરીયાત માતા-પિતાના બાળક હોય તો કેરટેકર સાથે બાળક રહેતાં એકલતા અનુભવે છે. બાળક શાળાએ જતાં અન્યો સાથે ભળતો નથી. જ્યારે ડૉ.જાનવી શાહે કહ્યુ કે, દોઢ વર્ષે ઓટિઝમનાં લક્ષણો જણાય છે. માતા-પિતા ભયથી બાળકને લોકોથી દૂર કરે છે પરંતુ તેમાં તે જ ભયમાં જીવવા લાગે છે. ઓટિઝમનાં લક્ષણો લાંબા સમય બાદ બાળક થયું હોવાથી પરિવાર તેને વધુ પડતો સુરક્ષિત રાખતો ગોત્રીમાં રહેતા સંયુક્ત કુટુંબમાં લાંબા સમય બાદ બાળકનો જન્મ થયો હતો. જેને કારણે પરિવાર તેને હંમેશાં ઘરમાં જ રાખતો, જેનાથી તે બીમાર ન પડે અને તેને જમીન પર પણ નહોતાં મૂકતાં. જ્યારે 1 વર્ષ બાદ બાળકને ભીડમાં લઈ જવામાં આવ્યું ત્યારે તે સતત રડતું હોવાથી તેને પીડિયાટ્રિક પાસે લઈ જવામાં આવતાં જાણ થઈ હતી કે, બાળકને સેન્સરી ઓટિઝમ છે. જે બાદ તેની થેરાપી શરૂ કરવામાં આવી હતી. બાળકને આખી બાંયનાં કપડાં પહેરાવે તો ચીડાતો હતો, થેરાપી બાદ સ્વસ્થ થયો હરણી વિસ્તારમાં રહેતું દંપતીએ નોકરી કરતું હતું અને બાળકને તેનાં દાદી સાચવતાં હતાં. નાનપણથી જ તેનાં દાદી તેને ચડ્ડી અને બાંય વગરનાં કપડાં પહેરાવતાં હતાં. જ્યારે બાળકે બાંયવાળાં કપડાં પહેરાવવાનું શરૂ કર્યું તો બાળકનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. જે બાદ તબીબ પાસે લઈ જતાં તેને થેરાપિસ્ટ પાસે લઈ જવામાં આવ્યો હતો. થેરાપીમાં ધીરે-ધીરે તેને કપડાં પહેરાવવાનું શરૂ કરતાં થોડા સમયમાં જ તે આખી બાંયનાં કપડાં પહેરવા લાગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    HC quashes order denying maintenance to woman over second marriage before talaq declared valid
    Next Article
    પંગુની ઉતરમની ઉજવણી કરાઈ:તમિલ સમાજે પંગુની ઉત્તિરમ પર્વે ભગવાન કાર્તિકેયના લગ્ન યોજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment