Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરાહનીય કામગીરી:સખી વન સ્ટોપ સેન્ટરે તૂટતું લગ્નજીવન બચાવ્યું, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાનું પરિવાર સાથે પુનઃસ્થાપન

    5 days ago

    મોડાસાના સખી વન સ્ટોપ સેન્ટરે ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલા અને તેના બે બાળકોને આશ્રય આપવામાં આવ્યો હતો. મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન પતિ દારૂ પીને ઝઘડા કરી માર મારતો હોવાનું અને સાસુ પણ ઝઘડા કરતી હોવાનું બહાર આવ્યું હતું. જેના દ્વારા દંપતીના 14 વર્ષના લગ્ન જીવનને તૂટતું બચાવવામાં આવ્યું હતું. મોડાસાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે 181અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી ઘરેલુ હિંસાનો ભોગ બનેલ શિક્ષિત પરિવારની મહિલાને તાત્કાલિક આશ્રય આપવામાં આવ્યો હતો. મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલાના લગ્નને 14વર્ષ થયા છે અને તેમને બે દીકરીઓછે. છેલ્લા કેટલાય સમયથી પતિ, સાસુ તથા સસરા દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું અને પતિ દારૂ પીને ઝઘડો કરી મારપીટ કરતો હોવાનું જાણવા મળ્યું હતું તાજેતરમાં સાસુએ ઝઘડો કરીને મહિલાને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલાએ 181મહિલા હેલ્પલાઇનની મદદથી પોતાની બે દીકરીઓ સાથે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય લીધો હતો. સેન્ટર ખાતે મહિલાનું વ્યાવસાયિક કાઉન્સેલિંગ કરાયા બાદ પિયર પક્ષ તથા સાસરી પક્ષના સભ્યોને બોલાવીને પરસ્પર સંવાદ અને સમજુતી માટે પ્રયાસ કરી પતિ તથા સાસુને કાયદાકીય જ્ઞાન આપી સમજાવવામાં આવ્યું હતું અને મહિલાઓના અધિકારો અને સંબંધિત કાયદાઓ વિશે પણ માહિતગાર કરાયા હતા જ્યારે પિયર પક્ષને પણ તેમની દીકરીને સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી લાંબી વાટાઘાટો બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થતા મહિલાનું સલામત રીતે પતિ સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો:મોડાસાના ભેરૂડા રોડ તળાવ ઉપરથી‎ગાયની ચોરી કરનારો શખ્સ ઝડપાયો‎
    Next Article
    તાપમાન નીચે ઉતરીને 35 ડિગ્રી નોંધાયું:મોરબીમાં ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનની લહેરખીથી ગરમીમાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment