Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો:મોડાસાના ભેરૂડા રોડ તળાવ ઉપરથી‎ગાયની ચોરી કરનારો શખ્સ ઝડપાયો‎

    5 days ago

    મોડાસાના ભેરૂડા રોડ પર આવેલા તળાવ પાસે ઘાસચારો ચરતી ગાયની બપોરના સમયે મિત્રની મદદથી ચોરી કરનાર મોડાસાના ઇન્દિરા નગરમાં રહેતા સ્થાનિક શખ્સને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ તસ્કર પહાડપુર રોડ ઉપર ગાયને બાંધી રહ્યો હતો. દરમિયાન પોલીસને શંકા જતા તે ભાગવા જતાં પોલીસે દબોચી લીધો હતો. પોલીસે રૂપિયા 40 હજારની કિંમતની ગાય કબ્જે કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. મોડાસા ટાઉન પી.આઈ. ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પહાડપુર રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે પહાડપુર રોડની બાજુમાં ખેતરમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ગાયને બાંધી રહ્યો હતો. પોલીસની ગાડી જોઈને આ સક્સ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તુરંત કોર્ડન કરી તેને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી અનીસભાઈ ઈબ્રાહીમભાઈ ખલીફા (રહે. ઈન્દિરા નગર, મોડાસા)ની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે તેના મિત્ર સાથે મળીને મંગળવારે 31 માર્ચને બપોરે મોડાસાના ભેરૂડા રોડ ઉપર આવેલા તળાવ પાસેથી આ ગાયની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ટાઉન પોલીસે રૂપિયા 40 હજારની કિંમતની ગાય કબજે લઈ આરોપીની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે આ ગુનામાં હજુ પણ અન્ય પશુ ચોરીના અને કતલખાને ધકેલવામા આવતા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી લોકો શંકા સેવી રહ્યા છે. ટાઉન પોલીસે પશુ ચોરીના આ ગુનામાં સંડોવાયેલા આરોપીના અન્ય મિત્રોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીની તેમજ રાજકીય જાહેરાતને લાગી રોક:આચાર સંહિતા લાગું, રાજકિય બેનરો હટાવવાનું શરૂ
    Next Article
    સરાહનીય કામગીરી:સખી વન સ્ટોપ સેન્ટરે તૂટતું લગ્નજીવન બચાવ્યું, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાનું પરિવાર સાથે પુનઃસ્થાપન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment