Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ફરાર આરોપી વહેલી સવારે ઊંઘતો ઝડપાયો:બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીની મહારાષ્ટ્રથી કરી હતી ધરપકડ

    10 hours ago

    વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આરોપીને મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાંથી ગણતરીના સમયમાં દબોચી લીધો છે. આરોપી દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. વોશરુમના બહાને કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો આરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આરોપી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન PSI એ એન પાટીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજિતનગર, પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ) વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વહેલી સવારે આરોપી સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. PSI બી.વી. ગોહિલ અને એ.એસ.આઈ. દીપકભાઈને સચોટ બાતમી મળી હતી કે, આરોપી મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના દોંડાઈચા ગામે તેના સગાના ઘરે છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી હતી. વહેલી સવારે સાડા ચાર વાગ્યે આરોપીના સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી પાડી વડોદરા લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ અર્થે અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉએ દિલ્હીને 142 રનનો ટાર્ગેટ આપ્યો:અબ્દુલ સમદે 36, મિચેલ માર્શે 35 રન બનાવ્યા; નટરાજન-એન્ગિડીએ 3-3 વિકેટ ઝડપી
    Next Article
    પૂર્વ સાંસદ પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેને દાવેદારી નોંધાવી:કાલોલ વિધાનસભાની ખરોડ બેઠક પરથી ભાજપમાં દાવેદારી રજૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment