Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ સાંસદ પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેને દાવેદારી નોંધાવી:કાલોલ વિધાનસભાની ખરોડ બેઠક પરથી ભાજપમાં દાવેદારી રજૂ કરી

    11 hours ago

    પંચમહાલના પૂર્વ સાંસદ સ્વ. પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરીબેન ચૌહાણે ફરી સક્રિય રાજનીતિમાં ઝંપલાવ્યું છે. તેમણે કાલોલ વિધાનસભા અંતર્ગત આવતી ખરોડ તાલુકા પંચાયત બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. આ દાવેદારી ગોધરા સ્થિત ભાજપના જિલ્લા મુખ્ય મથક 'શ્રી કમલમ' ખાતે વિધિવત રીતે રજૂ કરવામાં આવી હતી. રંગેશ્વરીબેન ચૌહાણ લાંબા સમયથી સંગઠન અને વહીવટી કામગીરીમાં બહોળો અનુભવ ધરાવે છે. સ્વ. પ્રભાતસિંહ ચૌહાણના રાજકીય વારસાને આગળ ધપાવવા અને પોતાના મજબૂત નેતૃત્વના આધારે તેમણે આ બેઠક પરથી તક મેળવવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેમની રાજકીય કારકિર્દીમાં, તેમણે વર્ષ 2016 થી 2021 સુધી ઘોઘંબા તાલુકા મહિલા મોરચામાં મહામંત્રી તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વહીવટી ક્ષેત્રે પણ તેમનો અનુભવ નોંધપાત્ર છે. તેઓ 2015 થી 2018 દરમિયાન ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રથમ ટર્મમાં ચૂંટાયા હતા. ત્યારબાદ, 2018 થી 2021 સુધી તેમણે ઉપ-પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો હતો. તેમની લોકપ્રિયતાને કારણે, 2021 થી 2023 સુધી તેઓ બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન લોકોના પ્રશ્નોને વાચા આપનાર અને વિકાસ કાર્યોમાં સક્રિય રહેનાર રંગેશ્વરીબેન હવે કાલોલ વિસ્તારમાં પક્ષ તરફથી તક મેળવવા માટે પ્રયાસરત છે. તેમની આ દાવેદારીને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ફરાર આરોપી વહેલી સવારે ઊંઘતો ઝડપાયો:બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીની મહારાષ્ટ્રથી કરી હતી ધરપકડ
    Next Article
    પાટણ જિલ્લામાં 11 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર:રાજ્ય ચૂંટણી આયોગે કાર્યક્રમ જાહેર કર્યો, 26 એપ્રિલે મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment