Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલે આ રસ્તા પરથી નીકળશો તો અટવાઈ જશો!:હનુમાન જયંતીની શોભાયાત્રાને પગલે કમિશનરે જાહેરનામું જાહેર કર્યું, નો પાર્કિંગ ઝોન અને ડાયવર્ઝન જાહેર; જાણો વૈકિલ્પક રસ્તાઓ

    11 hours ago

    વડોદરા શહેરમાં આવતીકાલે 2 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભવ્ય શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફતેપુરા મેઈન રોડ વિસ્તારથી નીકળનારી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવિધ માર્ગો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે. નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે સાંજે 4 વાગ્યાથી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રોડની બંને સાઈડ તમામ પ્રકારના વાહનો માટે 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. ફતેપુરા ચાર રસ્તાથી અડાણીયાપુલ, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પદમાવતી ટ્રીકોણ, લાલકોર્ટ બિલ્ડીંગ, ગાંધી નગરગૃહ સર્કલ, જ્યુબિલીબાગ સર્કલ, ભક્તિ સર્કલથી રોકડાનાથ હનુમાન મંદિર સુધી નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. અડાણીયાપુલ ચાર રસ્તા ખાતેથી શોભાયાત્રા પસાર થઈ ગયા બાદ જ વાહનોને પ્રવેશ આપવામાં આવશે. શોભાયાત્રા ચાંપાનેર રોડ તરફ પસાર થયા બાદ પરિસ્થિતિ મુજબ ટ્રાફિક ધીમે-ધીમે ખુલ્લો કરવામાં આવશે. આ જાહેરનામું પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓ તેમજ હોસ્પિટલ જતા વાહનોને લાગુ પડશે નહીં. વડોદરા શહેર પોલીસે નાગરિકોને અગવડતા ટાળવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાની રાષ્ટ્રપતિએ સીઝફાયરની અપીલ કરી:હોર્મુઝ ખુલ્યા પછી આ બાબતે વિચારીશું, બે જહાજ 94,000 ટન LPG લઈને ભારત પહોંચ્યા
    Next Article
    લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મહેમાનોને ફૂડ પોઇઝનિંગ:કાંકરિયા પિકનિક હાઉસ ખાતે લગ્ન પ્રસંગમાં મહેમાનોની તબિયત લથડી, ફૂડ વિભાગે સેમ્પલ લેબોરેટરી તપાસમાં મોકલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment