Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાની રાષ્ટ્રપતિએ સીઝફાયરની અપીલ કરી:હોર્મુઝ ખુલ્યા પછી આ બાબતે વિચારીશું, બે જહાજ 94,000 ટન LPG લઈને ભારત પહોંચ્યા

    1 day ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા પાસે સીઝફાયર (યુદ્ધવિરામ)ની માગ કરી છે. ટ્રમ્પના મતે, ઈરાનની નવી લીડરશિપ પહેલાની સરખામણીએ ઓછી કટ્ટર અને વધુ સમજદાર છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા તાત્કાલિક સીઝફાયર નહીં કરે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે સુરક્ષિત નહીં થઈ જાય, ત્યાં સુધી અમેરિકા તેનું મિલિટરી ઓપરેશન ચાલુ રાખશે. બીજી તરફ, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. UAE થી LPG લઈને આવેલા બે ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયા છે. પહેલું ટેન્કર BW TYR 31 માર્ચના રોજ મુંબઈ પહોંચ્યું હતું. આ જહાજ UAE ના રાસ અલ ખૈમાહથી નીકળ્યું હતું અને આશરે 6 દિવસમાં ભારત પહોંચ્યું હતું. બીજું ટેન્કર BW ELM 1 એપ્રિલના રોજ ન્યૂ મેંગલોર પાસે પહોંચ્યું હતું. આ બંને જહાજોમાં આશરે 94,000 ટન LPG હતી અને 50 થી વધુ ભારતીય નાવિકો પણ હાજર હતા. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 8 ભારતીય જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી ચૂક્યા છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે LSG vs DC:દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી, પાથુમ નિસાંકા ડેબ્યૂ કર્યું; રિષભ પંત ઓપનિંગ કરવા ઉતર્યો
    Next Article
    કાલે આ રસ્તા પરથી નીકળશો તો અટવાઈ જશો!:હનુમાન જયંતીની શોભાયાત્રાને પગલે કમિશનરે જાહેરનામું જાહેર કર્યું, નો પાર્કિંગ ઝોન અને ડાયવર્ઝન જાહેર; જાણો વૈકિલ્પક રસ્તાઓ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment