Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મહેમાનોને ફૂડ પોઇઝનિંગ:કાંકરિયા પિકનિક હાઉસ ખાતે લગ્ન પ્રસંગમાં મહેમાનોની તબિયત લથડી, ફૂડ વિભાગે સેમ્પલ લેબોરેટરી તપાસમાં મોકલ્યા

    13 hours ago

    અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે ઝાડા-ઉલટી અને પેટમાં દુ:ખાવાની ગંભીર ફરિયાદ સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ફૂડ વિભાગ દ્વારા લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મટન બિરયાની, ડ્રાયફ્રૂટ હલવો, ચિકન, ફિશ અને માવાના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પાણી પૂરૂ પાડનાર વોટર જગ સપ્લાયર અને યજમાનના ઘરેથી પણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. રાત્રે 10 વાગ્યા આસપાસ ભોજન પીરસવામાં આવ્યું 31 માર્ચ 2026ની રાત્રે કાંકરિયા પિકનિક હાઉસમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અંદાજે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભોજન પીરસવામાં આવ્યું હતું. મહેમાનોને ભોજનમાં મટન બિરયાની, ડ્રાયફ્રૂટ હલવો, ચિકન, ફિશ, દહીં વડા, છાશ અને મોકટેલ પીરસવામાં આવ્યા હતા. તબિયત લથડતા મહેમાનોને હોસ્પિટલ ખસેડાયા ભોજન લીધાના માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં જ મહેમાનોની તબિયત લથડવા લાગી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતાને જોતા AMCના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. 66 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ AMCના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે ગંભીર નોંધ લઈને કેટરિંગ સર્વિસ આપનાર કેટરસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હાલની સ્થિતિએ માત્ર ચેપી રોગ હોસ્પિટલમાં જ 66 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય એલ.જી. હોસ્પિટલ, કાશીબા હોસ્પિટલ અને શિફા હોસ્પિટલ જેવી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ દાખલ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયું આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. રહેવાસીઓને ક્લોરીનની ગોળીઓ, ઓ.આર.એસ. (ORS) ના પેકેટ અને આરોગ્ય વિષયક પત્રિકાઓનું વિતરણ કરીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાલે આ રસ્તા પરથી નીકળશો તો અટવાઈ જશો!:હનુમાન જયંતીની શોભાયાત્રાને પગલે કમિશનરે જાહેરનામું જાહેર કર્યું, નો પાર્કિંગ ઝોન અને ડાયવર્ઝન જાહેર; જાણો વૈકિલ્પક રસ્તાઓ
    Next Article
    વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ઠંડા પીણાનું વિતરણ:કેમ્પ હનુમાજી મંદિર યાત્રામાં નારણપુરા દ્વારા સેવા કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment