Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઇસરની અડફેટે પત્નીની નજર સામે જ પતિનું પ્રાણપંખેરુ ઉડ્યું:ગેસ કંપનીના આઈસરે દંપતીને અડફેટે લેતા પતિ ટાયર નીચે કચડાયો; અકસ્માત સર્જી ચાલક ફરાર

    11 hours ago

    વડોદરા તાલુકાના સેવાસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા ગેસ લિમિટેડની આઇસર ગાડીએ બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધાં હતાં. જેમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પતિ પર આઈસરનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું મળતી માહિતી મુજબ, આ અકસ્માત સેવાસી બસ સ્ટેન્ડ પાસે બન્યો હતો. આઇસર ગાડીનો ચાલક બાઈક સવાર દંપતીને અડફેટે લીધા બાદ વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતીનું બાઈક અને પતિ આઈસરના ટાયર નીચે જોવા મળ્યા હતા. જેમાં પતિનું ઘટના સ્થળે જ ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું. પત્નીને ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ આ અકસ્માતમાં પત્નીને ગંભીર ઇજાઓ થતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં પત્નીને આંખો સામે જ પતિએ દમ તોડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, આરોપીની તપાસ હાથ ધરી આ ગમખ્વાર અકસ્માત બનતાં આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાલુકા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને આઇસર ગાડીને કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મહિલાઓ માટે પિંક બસ શરૂ:સુરત બાદ રંગીલા શહેરમાં ફક્ત મહિલાઓ માટેની 3 સિટી બસ, 1 બીઆરટીએસ બસનો પ્રારંભ : યુવતીએ કહ્યું - મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા મળશે
    Next Article
    પંચમહાલમાં ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ શરૂ:'શ્રી કમલમ' ખાતે ઉમેદવારોનો મેળાવડો, સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment