Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણીને લઈ ભાજપના ગઢમાં સેન્સનો ધમધમાટ:અલ્પેશ કથીરિયાના પત્ની અને ધાર્મિક માલવીયાની દાવેદારીથી પાટીદાર પટ્ટામાં ગરમાવો

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12 ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલશે 'સેન્સ'નો દોર સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ઝીણવટભરી રહેવાની છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ સેન્સ પ્રક્રિયા સતત ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના તમામ 30 વોર્ડના દાવેદારોને નિરીક્ષકો દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે. આજે પ્રથમ દિવસે 12 વોર્ડ બાદ હવે આગામી બે દિવસમાં બાકીના વોર્ડનો વારો આવશે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે શક્તિ પ્રદર્શન શહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાર અલગ-અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 12 નિરીક્ષકોની પેનલ સુરત આવી પહોંચી છે, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે. પાટીદાર બહુલ 7 વોર્ડ પર વિશેષ ફોકસ આજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. 'પરિવારવાદ' પર બ્રેક અને 'નો રિપીટેશન'નું સસ્પેન્સ ટિકિટ ફાળવણીમાં પરિવારવાદ અંગે પૂછવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી પરિવારવાદમાં માનતી નથી. પક્ષ કાળજી રાખશે કે એક જ પરિવારના બે સભ્યોને ટિકિટ ન મળે." જોકે, પ્રવર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળશે કે નહીં તે અંગે તેમણે મૌન સેવ્યું હતું. ધાર્મિક માલવીયાની કેસરિયા સાથે દાવેદારી પાટીદાર અનામત આંદોલન (PAAS) ના અગ્રણી નેતા ધાર્મિક માલવીયા આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા અને વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારી નોંધાવી હતી. અગાઉ ઓલપાડ બેઠક પરથી ભાજપ સામે ચૂંટણી લડનારા ધાર્મિક માલવીયા હવે સત્તાધારી પક્ષના બેનર હેઠળ મેદાને ઉતરવા તૈયાર થયા છે. પત્ની AAPના પૂર્વ કોર્પોરેટર હોવા છતાં ભાજપમાં વિશ્વાસ ધાર્મિક માલવીયાની પત્ની આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ટકોર કરતા કહ્યું કે, "તેઓ AAPમાં કોર્પોરેટર હતા, અત્યારે નથી. તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને હવે તેઓ વકીલાતના વ્યવસાયમાં વ્યસ્ત છે." તેમણે સ્પષ્ટ કર્યું કે ઘરમાં કોઈ રાજકીય વિખવાદ નથી. અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યાની એન્ટ્રી સુરતના રાજકારણમાં સૌથી મોટો ધડાકો અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાની એન્ટ્રીથી થયો છે. કાવ્યા કથીરિયાએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માટે ભાજપમાંથી પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે. કાવ્યા અગાઉ કનકપુર-કનસાડ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, તેથી તેમની પાસે વહીવટી અનુભવ પણ છે. AAP પર કાવ્યા કથીરિયાના આકરા પ્રહાર પોતાની દાવેદારી અંગે વાત કરતા કાવ્યા કથીરિયાએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, "આમ આદમી પાર્ટી પાસે કોઈ ચોક્કસ વિઝન નથી, તેઓ માત્ર જનતાને ભ્રમિત કરવાના નુસખા અપનાવે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નગરપાલિકામાં કરેલા વિકાસકામો અને લોકો સાથેનો સંપર્ક તેમનો મજબૂત પાયો છે. 50% મહિલા અનામત, 'ડાઉન ટુ અર્થ' બહેનોની શોધ મનપામાં 50% મહિલા અનામત અમલી હોવાથી મહિલા દાવેદારોમાં ભારે ઉત્સાહ છે. મહિલા નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, "અમે એવી બહેનોને પ્રાધાન્ય આપીશું જે ગ્રાસરૂટ લેવલની કાર્યકર્તા હોય." માત્ર શોભાના ગાંઠિયા જેવી મહિલાઓ નહીં, પરંતુ જેઓ વોર્ડની સમસ્યાઓને વાચા આપી શકે તેમને અગ્રીમતા અપાશે. ડોક્યુમેન્ટ્સ વગર એન્ટ્રી નહીં ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારી ઈચ્છુકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દરેક ઉમેદવારે 3 પાસપોર્ટ સાઈઝ ફોટા, વર્ષ 2026ની લેટેસ્ટ મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ, અને તમામ સરકારી વેરા ભરાયા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. પાટીદાર સમાજ અને વોટ બેંકનું ગણિત ધાર્મિક માલવીયા અને કાવ્યા કથીરિયા જેવા ચહેરાઓને આગળ કરીને ભાજપ પાટીદાર વોટ બેંકમાં ગાબડું પાડવા માંગે છે. ધાર્મિક માલવીયાએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે પાટીદાર સમાજ ખૂબ જ સમજુ છે. જે લોકોએ સમાજની મુશ્કેલીઓમાં સાથે ઉભા રહીને અવાજ ઉઠાવ્યો છે, સમાજ તેમની તરફેણમાં જ વિચારશે. પારિવારિક સહમતી અને સપોર્ટ રાજકારણ વિશે કાવ્યાએ સ્પષ્ટ કર્યું કે, પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા સાથે ચર્ચા કરીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાના સપોર્ટ અને પ્રચાર-પ્રસાર અંગે પણ તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા શહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દાવેદાર સામે ભ્રષ્ટાચાર કે અન્ય ગંભીર આરોપો હશે, તો તેનો રિપોર્ટ સીધો શિસ્ત સમિતિને મોકલવામાં આવશે. પક્ષની છબી ખરડાય તેવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે નહીં. ક્લીન ઈમેજ ધરાવતા ચહેરાઓને જ પ્રાધાન્ય મળશે. રિપોર્ટ કાર્ડના આધારે ટિકિટની વહેંચણી નિરીક્ષકો દ્વારા આ ત્રણ દિવસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ વિગતોનું સંકલન કરવામાં આવશે. નિરીક્ષકો પોતાનો સીલબંધ રિપોર્ટ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરશે. કાર્યકર્તાઓના કામના આધારે જ ટિકિટની વહેંચણી થશે. સુરતના રાજકારણમાં હવે શું? સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પ્રદેશ ભાજપ પર ટકેલી છે. 30 વોર્ડના હજારો દાવેદારોમાંથી કોનું નસીબ ચમકશે તે જોવાનું રહેશે. આગામી બે દિવસની સેન્સ પ્રક્રિયામાં હજુ પણ અનેક મોટા અને ચોંકાવનારા ચહેરાઓ સામે આવે તેવી પૂરી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુરમાં હનુમાન જયંતિ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો:1 SP, DYSP, 4 PI, 10 PSI સહિત 220 જવાનો તૈનાત
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સુરત મનપાની ચૂંટણીનો જંગ જીતવા ભાજપે કમર કસી, સચિન GIDCની ટેક્સટાઈલ ફેક્ટરીમાં ભીષણ આગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment