Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ:ઉમેદવાર પસંદગી માટે ત્રણ નિરીક્ષકો હાજર, દાવેદારી નોંધાવવા કમલમમાં ભીડ જામી

    11 hours ago

    સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના કમલમ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના મેયર મીના પટેલ અને મહેશ મોદી સહિત ત્રણ નિરીક્ષકો હાજર રહ્યા હતા. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 14 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. પ્રથમ વખત યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વના દર 36માંથી 1 બાળક ઓટિઝમનો શિકાર:નિષ્ણાતોનો દાવો 'ડાયટ અને કસરતથી ઓટિઝમના 80 ટકા કેસ સુધારી શકાય છે', 2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે
    Next Article
    હનુમાનજીના જન્મોત્સવે ડભોડિયા ઉમટશે શ્રદ્ધાળુઓનું મહેરામણ:2500 ડબ્બા તેલનો અભિષેક કરાશે, ભક્તો માટે ફ્રી રિક્ષા સેવા, 3100 કિલો બુંદી ને 1111 કિલો સુખડીનો પ્રસાદ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment