Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાનજીના જન્મોત્સવે ડભોડિયા ઉમટશે શ્રદ્ધાળુઓનું મહેરામણ:2500 ડબ્બા તેલનો અભિષેક કરાશે, ભક્તો માટે ફ્રી રિક્ષા સેવા, 3100 કિલો બુંદી ને 1111 કિલો સુખડીનો પ્રસાદ તૈયાર

    9 hours ago

    ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે બિરાજતા સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના ધામમાં આવતીકાલે 2જી એપ્રિલને ચૈત્રી પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ દાદાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ડભોડા ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા આવતીકાલે ગુરુવારે હનુમાન જયંતિના દિવસે ડભોડિયા હનુમાનજી મંદિરે મહોત્સવની ભવ્ય ઉજવણી થશે ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટી પડે એવી શક્યતા છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશે આ ઉત્સવની શરૂઆત કાલે ગુરુવારે વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતીથી થશે, જેની સાથે જ પવિત્ર મારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. ડભોડિયા હનુમાનજીના આ ધામમાં તેલના અભિષેકનું વિશેષ મહત્વ હોવાથી સવારે 8 કલાકે તેલના અભિષેકનો સિલસિલો શરૂ થશે. હાલ મંદિર પરિસરમાં 1500થી વધુ તેલના ડબ્બા શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે અને આ સંખ્યા વધીને 2500 સુધી પહોંચવાનો અંદાજ છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશે. જન્મોત્સવના દિવસે સવારે 9 વાગ્યે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ ધાર્મિક વિધિઓ દરમિયાન મંદિર પરિસરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્વયંસેવકો તૈનાત રહેશે. આવતીકાલે જન્મોત્સવના દિવસે સવારે 9 કલાકે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાશે. ત્યારબાદ 11.45 કલાકે પરંપરાગત રીતે ધ્વજારોહણ અને બપોરે 12 કલાકે હજારો ભક્તોની હાજરીમાં મહાઆરતી યોજાશે. આ પાવન પ્રસંગે 151 કિલોની બે વિશાળ કેકનું કટિંગ બપોરે 12.20 કલાકે કરવામાં આવશે. મનોરંજન અને ભક્તિના સંગમ સાથે બપોરે 1.00 વાગ્યાથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે. દિવસભરના ઉત્સવ બાદ રાત્રે 8.30 કલાકે આકાશમાં નયનરમ્ય ફાયર શો એટલે કે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરાશે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે શુદ્ધ ઘીના બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ મંદિરના રસોડામાં 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1,111 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તૈયાર કરવામાં આવી રહી છે. અંદાજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વધી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને વિશાળ ભોજનશાળાને એસી બનાવવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓને હાલાકી ન ભોગવવી પડે. બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મહાપ્રસાદનું વિતરણ સતત ચાલુ રાખવામાં આવશે. અશક્ત શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચાડવા માટે મફત રિક્ષા સેવાની વ્યવસ્થા આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડભોડામાં પ્રવેશતા દરેક રસ્તા પર પાર્કિંગની અલાયદી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા મફત રિક્ષા સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ નથી તેમના માટે મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.જેથી વિદેશમાં વસતા ભક્તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉત્સવનો લાભ લઈ શકશે. સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ:ઉમેદવાર પસંદગી માટે ત્રણ નિરીક્ષકો હાજર, દાવેદારી નોંધાવવા કમલમમાં ભીડ જામી
    Next Article
    International Booker 2026 shortlist: Indian-origin translator Padma Viswanathan remains in running

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment